બોકસર માઇક ટાઇસનના મુકકાથી પણ વધુ પાવરફુલ
અઢી લાખ લોકોએ સ્થળાંતર થયા કેરોલિન, વર્જિનિયા ગવર્નરે લોકોને સાવચેત કર્યા
અમેરિકા પર ફલોરેન્સ ત્રાટકવાના એલર્ટથી ચિંતાના વાદળો છવાયા છે. ત્યારે સૌ કોઇ અતિ વિનાશક વાવાઝોડાની ગતિ અને શકિતનું અનુમાન લગાવી રહ્યા છે. બોકસીંગ ચેમ્પીયન માઇક ટાઇસનના પાવરપંચ સમાન આ વાવાઝોડું ત્રાટકે તેવી શકયતાઓ છે. ટાઇસને રીંગમાં ૧,૪ર૦ પાઉન્ડના ફોર્સ સાથેના પંચ સાથે રેકોર્ડ નોંધાવ્યો હતો. ત્યારે વિકસીત રાષ્ટ્ર અમેરિકાને ફલોરેન્સ દરિયામાં ફેરવી શકે તેટલું વિનાશક હોઇ શકે છે.
અમેરિકામાં વિનાશક વાવાઝોડું ફલોરેન્સ ઝડપથી આગળ વધી રહ્યું હોવાથી લોકોમાં દહેશત વધી રહી છે. હજારો લોકો પહેલાથી જ સ્થળાંતર કરી ચુકયા છે. કેરોલીના સહીતના વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરાઇ ચુકયો છે. ફલોરેન્સ અંગે વાઇટ હાઉસ ખાતેથી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે સરકાર વાવાઝોડા સામે લડવા તૈયાર છે.
લોકોની સાથે છે પણ કોઇએ બહાર નીકળવું નહી. નેશનલ હરિકેન સેન્ટરે ટિવટ કરીને લખ્યું હતું કે આ કોઇ સામાન્ય વંટોળ નહી પણ બોકસર માઇક ટાઇસનના પંચ સમાન આક્રમક અને પાવરફુલ વાવાઝોડું છે. જે આવતીકાલે અમેરિકામાં ત્રાટકશે. માઠા સમાચારની જાણ અગાઉથી હોવાથી લોકો એલર્ટ થશે પણ મિલોની જમીન સમુદ્રમાં પરિવંતિત થઇ જવાની સંભાવના છે.
દેશમાં શાળા, કોલેજોથી લઇને એરલાઇન્સો પણ રદ કરવામાં આવી છે. ફલોરેન્સ ત્રાટકવાથી યુએસમાં ભારે નુકશાન થવાની શકયતાઓ છે ફલોરેન્સ ટ્રોપિકલ વિસ્તાર ઇસાકમાંથી પસાર થઇને પુરટો રિકો તરફ આગળ વધીને પૂર્વી અમેરિકા તરફ વિનાશ ફેલાવી શકે છે. ફલોરેન્સ પૂર્વી કરોલીનાને ર મીટર પાણીમાં ડુબાવી શકે છે. ત્યારે નેવી અને આર્મી તેના વહાણો અને એરડ્રાફટ સુરક્ષિત સ્થળે પહોચાડી રહ્યા છે. ત્યારે લોકો સામુહિત શેલ્ટર હાઉસનો આશરો લઇ રહ્યા છે.