સરિતા વિહાર સોસાયટી પાસેની આદર્શ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટીના રહેવાસીઓ દ્વારા મ્યુનિ.કમિશનર કમ રૂડાના ચેરમેનને આવેદન અપાયું
શહેરના કાલાવડ રોડ પર આવેલી સરિતા વિહાર સોસાયટી પાસેની રૂડાની આવાસ યોજના જે આદર્શ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી તરીકે ઓળખાય રહી છે. જેનું લોકાર્પણ કરાયાને હજુ એક વર્ષ પણ થયું નથી. ત્યાં આવાસ યોજનાનું નબળું કામ સામે આવ્યું છે. ગઇકાલે શહેરમાં પડેલા કમોસમી વરસાદમાં આ આવાસ યોજનાના ફ્લેટમાં પાણી ઉતર્યાં હતાં.
શોર્ટ સર્કિટ થવાના કારણે વિજ ઉપકરણો બળીને ખાક થઇ ગયા હતાં. બુધવારે શહેરમાં પડેલા કમોસમી વરસાદ દરમિયાન આદર્શ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટીના મોટા ભાગના ફ્લેટોમાં જેમાં રસોડા, હોલ, બાથરૂમ, રૂમ જેવી વિવિધ જગ્યાઓ પર મોટાભાગના ફ્લેટોમાં પાણી ઉતર્યાની ફરિયાદ સોસાયટીઓમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે, ભેજ પણ જોવા મળ્યો છે. ઈલેક્ટ્રીક કનેક્શનમાં પણ પાણી ઘુસ્યા હતાં. જેના કારણે શોર્ટ સર્કિટ થવાના લીધે વિવિધ વિવિધ ઉપકરણો બગડ્યા હોય તેવી ફરિયાદો જોવા મળે છે. જેમાં લેપટોપ વોશિંગ, મશીન, ફ્રીજ ટીવી વગેરે જેવા ઉપકરણોમાં નુકસાન થયેલ છે.
આ ઉપરાંત સોસાયટીના ફ્લેટોમાં વિવિધ જગ્યાઓ પર પાણી જમા થાય છે, સોસાયટીની લિફટોમાં પણ પાણી ઘુસ્યાની ફરિયાદો મળી રહી છે. જેના લીધે લિફટો પણ જોખમી હાલતમાં જોવા મળી આવે છે, આદર્શ હાઉસિંગ કો- ઓપરેટિવ સર્વિસ સોસાયટી જે હમણાં જ રૂડા દ્વારા બનાવી આપવામાં આવેલ હોય હજી તો 6 માસ જેટલો સમય પણ નથી થયો, બધા ફ્લેટોમાં લોકો રહેવા પણ નથી આવ્યા છતાં પણ ફ્લેટોમાં વિપુલ પ્રમાણમાં ક્ષતિ જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક એવું લાગી આવે છે કે નબળા બાંધકામ ને લીધે ફ્લેટોમાં તિરાડો પડવી પોલાણ થવું વગેરે જેવી બાબતો જોવા મળે છે.
ખામીયુક્ત બાંધકામ કે નબળા બાંધકામના કારણે સોસાયટીમાં મોટાભાગના ફલેટોમા આવી ફરિયાદો કમિટીને કરવામાં આવી હતી. કમિટી દ્વારા આવેદન અપાયું હતું.