અહીં ઘણી બધી ચેનલોની ઓફીસો આવેલી છે છતાં દુર્ધટના બાદ અનેક ચેનલના પ્રસારણ બંધ
માયાનગરી મુંબઇના લોઅર પરેલ વિસ્તારમાં કમલા મિલ કમ્પાઉન્ડમાં ગઇકાલે રાત્રે ૧૨.૩૦ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી બધી વિકરાળ હતી કે તેમાં ૧ર મહીલાઓ અને ૩ પુરુષ સહીત ૧પ લોકો ભડથું થઇ ગયા હતા. ખાસ ઉલ્લેખનીય છે કે મુંબઇના લોઅર પરેલ વિસ્તારમાં કમલા મિલ કમ્પાઉન્ડ તરીકે ઓળખાતી જગ્યામાં હવે તો કમલમ મિલ બંધ થઇ ગઇ છે એટલે તે મિલ નથી છતાં આ જગ્યા જૂના નામ કમલા મિલ કમ્પાઉન્ડ તરીકે ઓળખાય છે.
અહીં ઘણી બધી ચેતલોની ઓફીસો આવેલી છે તેથી આગજનીની ઘટના બન્યા બાદ અનેક ચેનલના પ્રસારણ બંધ થઇ ગયા હતા.
જાણવા મળતી વિગતો અનુસાર પરેલના કમલા મિલ કમ્પાઉન્ડ સ્થિત મોજોજ બાર લંડન ટેકસી બારમાં આગ લાગી હતી. દુર્ધટના વખતે ત્યાં સ્ટાફ સહીત પ૦ લોકો હાજર હતા. ઘટના બાદ પોલીસે માલીક વિરુઘ્ધ બીન ઇરાદાતન હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યકત કરી તમામ ૧પ મૃતકોને શ્રઘ્ધાંજલી પાઠવી હતી. ઘટનામાં ૧પ લોકોના મૃત્યુ ઉપરાંત કેટલાક લોકોને ઇજા થઇ હતી ઇજાગ્રસ્તોને નજીકની કિંગ એડવર્ડ મેમોરીયલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા જો કે તેમની હાલત સદનસીબે ગંભીર નથી. તેથી મૃત્યુઆંક વઘ્યો નથી.