મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. આ પૂરનો સામનો કરવા માટે સેનાને બોલાવવામાં આવી છે. શિવપુરી, શેઓપુર, દાતિયા, ગ્વાલિયર, ભીંડ અને રીવા જેવા જિલ્લાઓમાં લગભગ 1171 ગામો પ્રભાવિત થયા છે. કુલ 200 ગામો પાણીથી ઘેરાયેલા છે. SDERF, NDERF ની ટીમોએ લગભગ 1600 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. વાયુસેનાના પાંચ હેલિકોપ્ટરોએ મંગળવારે સવારે ગ્વાલિયરથી ઉડાન ભરી હતી પરંતુ અગાઉ ખરાબ હવામાનને કારણે બચાવ માટે ઉતરી શક્યા ન હતા.

સોમવારે શિવપુરીના બિચી ગામમાં ત્રણ લોકો ઝાડ પર ફસાઈ ગયા હતા, જેમને બચાવી લેવામાં આવ્યા છે. મડીખેડા ડેમ પહેલા 12 હજાર 500 ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું, હવે તેને ઘટાડીને 10 હજાર 500 ક્યુસેક કરવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા અસરગ્રસ્ત ગામોના લોકોને ચેતવણી આપવામાં આવી છે. ડેમમાંથી પાણી છોડવાના કારણે સિંધ નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગોરાઘાટ નજીક પુરમાં  લાંચ પુલ અને રતનગઢ માતા મંદિરનો પુલ સિંધ નદીના પુરના પાણીમાં ધોવાઇ ગયો. સિંધ નદી પર લાંચ અને રતનગઢ માતા મંદિર પુલની ઉંમર દસ વર્ષથી ઓછી હતી. 2013માં આ બ્રિજ પર ભાગદોડમાં 115 યાત્રાળુઓના મોત થયા હતા.

https://www.facebook.com/523537441466527/videos/548620852939468

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અસરગ્રસ્ત ગામોના લોકોને અપીલ કરી છે અને કહ્યું છે કે ‘તેઓએ સાવધાન રહેવું’. અમને તમારી ચિંતા છે. રાહત શિબિરો અને ભોજનની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. અફવાઓને અવગણો. તમામ ડેમ સુરક્ષિત છે, આત્મવિશ્વાસ રાખો. સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોના લોકોએ પોતાનો જુસ્સો જાળવવો જોઈએ.

શિવપુરી અને શિયોપુરમાં 22 ગામો ઘેરાયેલા છે. સોમવારે એરફોર્સ દ્વારા 11 લોકોને બહાર કાવામાં આવ્યા હતા. SDERF ની 70 ટીમો અને NDERF ની 3 ટીમ બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. કેન્દ્રને વધુ ટીમો મોકલવા વિનંતી કરવામાં આવી છે. શિવપુરી અને શેઓપુરમાં બે દિવસમાં 800 મીમી વરસાદ નોંધાયો છે. આ અણધારી વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજ્યમાં અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિથી માહિતગાર કર્યા. પ્રધાનમંત્રીએ કેન્દ્ર તરફથી રાજ્યને તમામ સંભવિત સહકારની ખાતરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.