વરસાદ પહેલા જ તંત્ર થઇ રહ્યું છે સજજ
ડેમની ગતિવિધિ અંગે દર બે કલાકે જૂનાગઢ કચેરીને રિપોર્ટ કરાય છે
ગીર-સોમનાથ જળ સંપતિ વિભાગ તરફથી આગામી વરસાદની સીઝન અંગે ૧ જુન થી ફલ્ડ કંટ્રોલ રૂમ રાઉન્ડ-ધ-કલોક ધમધમતો કર્યો છે.
જળ સંપતિ વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઇ એ.પી. કલસરીયા તેમજ મદદનીશ સિંચાઇ પેટા વિભાગ ઇજનેર એન.બી. સીંધલે આ અંગે સુપેરે વ્યવસ્થા ગોઠવી છે. કાર્યપાલક ઇજનેર કલસરીયા તથા મદદનીશ સીંધલના જણાવ્યા અનુસાર આ કંટ્રોલ રુમનો નંબર ૦૨૮૭૬- ૨૨૨૦૨૭૧ રહેશે જે હિરણ-૧ અને હિરણ-ર ડેમનું સંચાલન, મોનીટરીંગકરશે.
ડેમ ઓવર ફલો થાય અથવા ડેમના દરવાજા ખોલવા પડે તો જિલ્લા વહીવટી તંત્ર અને ડેમના દરવાજા ખુલવાથી ફલડનું પાણી જે નદી વિસ્તારમાં પસાર થાય તે નદી કાંઠાના ગામોને આગોતરી એલર્ટ મેસેજ વ્યવસ્થાનો ગોઠવાઇ છે.
હિરણ-૧ અને હિરણ-ર ડેમ ખાતે વાયરલેસ સેટ ગોઠવાયા છે. તદઉપરાંત બેટરી સેટ, ડીઝલ સેટસ ગોઠવાયા છે. હિરણ-ર ડેમ સિંચાઇ માટે ૭ દરવાજા છે જે ૭૧.૨૬ લેવલે ચોમાસામાં ઓવર ફલો થાય છે અને જયારે પાણી પ્રવાહ રૂલ લેવલ ઉપર પહોચ્યા બાદ વોનીંગથી દરવાજા ખોલવામાં આવે છે. સાયરન પણ વગાડવામાં આવે છે.
ડેમ ૭૦ ટકા, ૮૦ ટકા, ૯૦ ટકા, ૧૦૦ ટકા ભરાય ત્યારે તમામ વહીવટી તંત્રને કલેકટર, પોલીસ, ટી.ડી.ઓ. ને મેસેજથી એલર્ટ કરાય છે. ડેમ સાઇટ ઉપર કંન્ટ્રોલ રુમને જો વીજળી પુરવઠો ખોરવાય તો જનરેટર ડીઝલન એન્જીનથી જરુરત સમયે દરવાનજા ખોલવા ઉપયોગ જેથી તમામ દરવાજે ૧-૧ ડીઝલ સેટ અને તે પણ બંધ પડે તો મેન્યુઅલ જોગવાઇ પણ હોય છે.
તમામ કંટ્રોલ રૂમ માં બે વાયરલેસ સેટ હોય છે જેમાં એક ચાલુ બીજો સ્ટેન્ડ બાય ચાર્જીગ માટે બેટરી સેટ પણ હોય છે. હિરણ-ર ડેમમાં તાલાલા તાલુકાના બે અને વેરાવળ તાલુકાના ૧૧ ગામોનો સમાવેશ થાય છે.
હિરણ-૧ ડેમ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સાસણ ગામ નજીક આવેલો છે જે ૧૯૬૧ના વર્ષથી કાર્યરત છે. ડેમની કુલ સંગ્રહ ક્ષમતા ૭૧૪ એમસીએફટી મહમત્ત વોટર લેવલ ૪૪.૨૦ મીટરે ઓવર ફલો અને ૭૦ ટકા ૪૧.૮૮ મીટરે, ૮૦ ટકા ૪ર.૮૧ મીટર, ૯૦ ટકા ૪૩.૪૨ મીટરે અને મહત્તમ ક્ષમતા ૧૦૩૪ કયુબે છે. આ ડેમને દરવાજા નથી અને અભયારણ વિસ્તારમાં હોઇ તે સ્થળે વીજળી પણ નથી ડીઝલ સેટસ છે.હિરણ-ર ડેમ ગીર-સોમનાથના તાલાલા તાલુકાના ઉમરેઠી ગામ પાસે આવેલ છે જે ૧૯૭૬માં કાર્યરત થયો છે. આ ડેમના ૭ રેડીયલ દરવાજા આવેલા છે. અને ૭૧.૨૬ મીટરે પૂર્ણ કક્ષાએ ભરાય છે. કુલ કેપેસીટી ૧૩૬૨ એમસીએફટી અને ૭૦ ટકા ૬૯.૬૦, ૮૦ ટકા ૭૦.૧૯, ૯૦ ટકા ૭૦.૭૫, ૧૦૦ ટકા ૭૧.૨૬ મીટરે ભરાય છે.
મેકસીમ બધા દરવાજાથી ૧ લાખ રપ હજાર ૬૮૬ કયુસે પાણી સેક્ધડનું છોડી શકાય છે. મેકસીમ ૧ લાખ ૬ હજાર કયુએક પાણી આ અગાઉ છોડાયેલું છે.
ડેમ કર્મચારીઓ, અધિકારીઓ એસ.જે. ગાધે આસી. ઇન્જે. એન.એચ. પીઠીયા આસી. ઇન્જે. છે. ડેમની તમામ ગતિવિધિ જુનાગઢ કચેરીએ દર બે કલાકે પહોચાડાતી હોય છે. આ બન્ને ડેમોથી અનેક ગામોને પાણી પીવાનું અને સિંચાઇનું પુરુ પડાય છે.