ભારતનું સૌથી મોટુ ઇ-કૉમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ જલ્દી જ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા જઈ રહી છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક અને માસ્ટરકાર્ડ સાથે મળીને ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે. ફ્લિપકાર્ટના નવા ક્રેડિટ કાર્ડ પર ઑનલાઇન અને ઑફલાઇન શોપિંગ પર અનલિમિટેડ કેશબૅક પણ મળશે.
MakeMyTrip, Uber, PVR, UrbanClap અને Curefit. આ કંપની પાસેથી સામાનની ખરીદી પર ગ્રાહકોને 4 % કેશબેક મળશે. આ સાથે જ અન્ય દરેક વેપારી પાસેથી ખરીદી પર કાર્ડહોલ્ડરને 1.5 % અનલિમિટેડ કેશબેક મળશે.
દેશભરમાં રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહકોને 20% ડિસ્કાઉન્ટ મળશે અને 1.5% કેશબેક ઉપલબ્ધ થશે. આટલું જ નહીં, ગ્રાહકોને દર મહિને ઇંધણ સરચાર્જ પર 1 ટકા અથવા 500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.