યુએસ જાયન્ટ એમેઝોનને હંફાવવા ફલીપકાર્ટે ભારતીય ઈ-કોમર્સ ક્ષેત્રમાં વ્યાપ વધાર્યો
ઓનલાઈન શોપીંગ કંપની ફલીપકાર્ટ ભારતના માર્કેટમાં પોતાનું કદ મોટુ બનાવી રહી છે. તેમાં ફલીપકાર્ટે સ્નેપડીલને ૬ હજાર કરોડમાં ખરીદી લીધુ હોવાના અહેવાલો બજારમાં વહેતા થયા છે. એક સમયે ફલીપકાર્ટ અને સ્નેપડીલ કટ્ટર હરીફ ગણાતા હતા. પરંતુ એમેઝોનના ભારતમાં આગમન બાદ હવે બન્ને કંપનીઓ એક થઈને એમેઝોનને ટક્કર આપશે.
ગત અઠવાડિયે થયેલી એક બેઠકમાં સ્નેપડીલે ફલીપકાર્ટની ૬ હજાર કરોડ રૂપિયાના સોદાની ઓફર સ્વીકારી લીધી હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હવે સ્નેપડીલના શેર હોલ્ડરોની મંજૂરી બાદ વધુ પ્રક્રિયા આગળ વધશે.
ભારતના ઈ-કોમર્સ સેકટરમાં અમેરિકાની રીટેલ જાયન્ટ એમેઝોન અને ફલીપકાર્ટ વચ્ચે કટ્ટર હરીફાઈ શરૂથઈ છે. ત્યારે ફલીપકાર્ટે ભારતીય બજારમાં પોતાનો વ્યાપ વધારવાનું શ‚ કરી દીધું છે. ભારતના ઈ-કોમર્સ ક્ષેત્રમાં સતત વિકાસ થઈ રહ્યો છે ત્યારે સ્નેપડીલ અને ફલીકપર્ટ એક થઈ જતા હવે એમેઝોનને ગળાકાંપ હરીફાઈનો સામનો કરવો પડશે. તેમાં પણ નોટબંધીના નિર્ણય બાદ ઈ-કોમર્સ ક્ષેત્રનો વિકાસ બમણી ગતિએ આગળ વધ્યો છે અને છેલ્લા પાંચ વર્ષમાં ઈ-કોમર્સ કંપનીઓનો વિકાસ ૫૦ ટકા જેટલો વધ્યો છે. આગામી ૨૦૨૦ સુધીમાં ઈ-કોમર્સ બીઝનેસ લાખો કરોડને આંબી જશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.