બિન્નીના નિર્ણયોમાં પારદર્શકતા ન હતીઃ વોલમાર્ટ

ફ્લિપકાર્ટ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બિન્ની બંસલે ગેરવર્તણૂકના આરોપ પછી રાજીનામું આપ્યું છે.

ફ્લિપકાર્ટે કહ્યું છે કે તેમનો રાજીનામું તાત્કાલિક સ્વીકારવામાં આવ્યું છે. વોલમાર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસમાં બિન્ની સામે કોઈ પુરાવા નથી. જો કે, બિન્નીએ આ સમય દરમિયાન ગેરવર્તણૂક કરી હતી.ફ્લિપકાર્ટ અને બિન્ની બંસલ વચ્ચે પારદર્શિતાનો અભાવ હતો.તેથી જ તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે.

કંપનીએ આપેલા નિવેદનમાં એમ જણાવવામાં આવ્યું હતું કે બિન્નીની વિરુદ્ધ જે ફરીયાદ થઈ હતી, તેના સબુત તો ન મળ્યા પરંતુ તેમણે જે નિર્ણયો લીધા હતા, તેમાં પારદર્શકતાની ખામી હતી. આ કારણે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું. બિન્નીના રાજીનામા બાદ કલ્યાણ કૃષ્ણમૂર્તિ સીઈઓનું પદ સંભાળશે. અનંત નારાયણન મિન્ત્રા અને જબોંગના સીઈઓનું કામ સંભાળશે. તે કલ્યાણ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.