ટેસ્ટીંગ બાદ ડીજીસીઆઇ હીરાસર એરપોર્ટને ઉડ્ડયન માટેનું પ્રમાણપત્ર આપશે
માર્ચના અંત સુધીમાં કામ પુર્ણ કરી એપ્રીલમાં એરપોર્ટનો કબ્જો ઓથોરીટીને સોંપી દેવાનો લક્ષ્યાંક, એપ્રિલથી જ ફલાઇટો ઉડાન ભરતી થઇ જાય તેવી શકયતા
રાજકોટના હીરાસર એરપોર્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ એરપોર્ટ એપ્રિલ સુધીમાં બનીને તૈયાર થઈ જશે. હીરાસર એરપોર્ટની કામગીરી અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ કહ્યું કે તા.11 અથવા 12એ ફ્લાઇટ ટેસ્ટિંગ કરવામાં આવનાર છે.રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટર નેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે.રૂા.1400 કરોડના અંદાજિત ખર્ચવાળા આ પ્રોજેકટની ઝડપ વધારી દેવામાં આવી છે.
હીરાસર એરપોર્ટની કામગીરી પૂર્ણતાને આરે પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં હીરાસર એરપોર્ટ પર ફ્લાઇટ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. જેનું ડીજીસીઆઈ દ્વારા ટેસ્ટિંગ થશે અને ફલાઇટ ટેસ્ટીંગ બાદ ડીજીસીઆઇ આ એરપોર્ટને ઉડ્ડયન માટેનું પ્રમાણપત્ર અપાશે. આગામી એક પખવાડિયામાં ડીજીસીઆઈ પાસે તમામ મંજૂરીની પક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. જે બાદ બે મહિનામાં એટલે કે સંભવત એપ્રિલ સુધીમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થશે અને ફ્રેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રનવે ટેસ્ટિંગ થશે.આ પ્રોજેકટમાં પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનુ છે, જે પૂર્ણતાને આરે છે. ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. ફેઝ-1નું બાકી રહેલું કામ માર્ચના અંતમાં મહિનામાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે મેં એરપોર્ટમાં ’ઈ’ કેટેગરીના મોટાં એરક્રાફટને અનુરૂપ રન-વે પ્રત્યેક કલાકમાં 12 એરક્રાફટ લેન્ડ કરાવી શકનારો હશે, એરપોર્ટમાં એક સાથે 14 વિમાન ઉભાં રાખી શકાય એવો વિશાળ એપ્રન એરિયા રાખવામાં આવશે. દર કલાકે 1800 મુસાફરોનું હેન્ડલિંગ કરી શકે એવું વિશાળ ટર્મિનલ બિલ્ડિંગ બનાવાશે.
જંત્રીના નવા દર નકકી કરવા અંગે સોમવારે બેઠક
રાજય સરકાર દ્વારા નવા જંત્રી દર નક્કી કરવા અર્થે તમામ જિલ્લા કલેક્ટરોને સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં આગામી તા.6ના રોજ કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. આ બેઠકમાં સંલગ્ન તમામ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. વધુમાં આ બેઠકમાં જરૂરી સંકલન કર્યા બાદ જીલ્લામાં જંત્રી દર માટે સર્વે પણ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.