મોટા મવા ખાતે ઉડાન સ્કૂલ અને ચિત્રનગરી દ્વારા ૭૫ ચિત્રોનું વોલ પેઇન્ટીંગ
ઉડાન એજ્યુકેશન કેમ્પસ અને સ્માર્ટ સિટિ મિશન (ચિત્રનગરી)ના સંયુકત ઉપક્રમે મોટા મવા ખાતે તાજેતરમાં ૭૫ ચિત્રોનું વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું.
મોટા મવા ખાતે ઉડાન એજ્યુકેશન કેમ્પસ આવેલું છે. જેમાં અંગ્રેજી માધ્યમની પ્રિ સ્કૂલ તેમજ પ્રાયમરી વિભાગ ઉપરાંત ધો.૭થી ૧૨ (ગુજ.માધ્યમ)નું શિક્ષણ કાર્ય ચાલે છે.
શ્રેષ્ઠ કલાઓમાં ની એક ‘ચિત્ર કલા’ છે. અને ગમે તે ઉમર ધર્મ, જાતિના લોકોને ચિત્રો જોવા ગમતા જ હોય છે અને તેના દ્વારા કેટલા સંદેશ પણ આપી શકાતા હોય છે. તેવા ઉમદા હેતુથી ઉડાન સ્કૂલના રમત ગમતના મેદાનની ચારેય બાજુ રહેલ કમ્પાઉન્ડ વોલ પર આશરે ૭૫ જેટલા ચિત્રોનું વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું. જેની થીમ કાર્ટૂન કેરેકટર વિથ સ્પોર્ટ્સ હતી. ચિત્ર નગરી ઝુબેશ સાથે સંકળાયેલ આશરે ૫૦ જેટલા જુદા જુદા કલાકારોએ સ્વેચ્છાએ અને કોઇ પણ પ્રકારના સ્વાર્થ વિના આ પ્રવૃતિમાં ભાગ લીધો હતો.
સવારના ૮થી સાંજના ૫ વાગ્યા સુધીની અથાગ મહેનત દ્વારા સાવ ખાલી કમ્પાઉન્ડ વોલને રંગબેરંગી વિવિધા સભર ચિત્રોથી ભરી દેવામાં આવી હતી.
આ આખીય પ્રવૃતિમાં ચિત્રનગરીના અગ્રણીઓ મૌલિક ગોટેચા, જયશ્રીબને રાવલ, મુકેશભાઇ વ્યાસ, જીતેન્દ્રભાઇ ગોટેચા, હરદેવસિંહ વાઘેલા વગેરેે.
તેમજ ઉડાન સ્કૂલ વતી ટ્રસ્ટી હિરલબેન તેમજ અચ્યુતભાઇ તાળા, પ્રિન્સિપાલ ભારતિ વણઝારા એકેડમિક હેડ ડો. હરેશ દેશરાણી, ડો. દિપાબેન દોશી, એકતા પરસાણીયા તેમજ સ્વયંસેવક તરીકે ઉડાન સ્કૂલની ધો.૧૧ની ૧૩ બહેનોએ ખાસ જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.