2021માં એક મહિના માટે ફ્લાઈટ શરૂ કરાઈ’તી પણ પેસેન્જર ન મળતાં બંધ કરવી પડી હતી: 1:55 વાગ્યે રાજકોટ આવી 2:25એ ઉડાન ભરશે
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થાય ત્યારે સાચું પરંતુ ડોમેસ્ટિક મતલબ કે ઘરેલું ફ્લાઈટમાં વધારો થવા લાગ્યો છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ, ગોવા, પૂના બાદ હવે રાજકોટ વધુ એક શહેર સાથે જોડાશે અને તે શહેર છે હૈદરાબાદ. આજથી રાજકોટ-હૈદરાબાદ વચ્ચે ફરી ફ્લાઈટ શરૂ થઈ રહી છે જેની ટિકિટનો દર રૂ.4700 રહેશે.
વિન્ટર શેડ્યુલમાં વધુ ત્રણ ફલાઇટોનો ઉમેરો થવાની શક્યતા
રાજકોટ એરપોર્ટ ઓથોરીટીએ 27મી ઓક્ટોબરથી 29મી માર્ચ-25 વિન્ટર શેડ્યુલમાં સ્ટાર અને કંપની પણ રાજકોટથી અમદાવાદ અને વડોદરા ફ્લાઇટનું સંચાલનની તૈયારી દર્શાવી સ્લોટ માંગ્યો છે. વિન્ટર શેડ્યુલમાં વધુ ત્રણ ફલાઇટોનો ઉમેરો થવાની શક્યતા છે. હાલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એર ઇન્ડિયા સહિતની કંપની મુંબઇ, દિલ્હી, પુના, ગોવા, બેંગ્લોર, અમદાવાદ, સુરતની હવાઇ સેવા પુરી પાડે છે.
ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હાલનું સમયપત્રક
એરલાઇન્સ ફ્લાઇટ રૂટ આગમન પ્રસ્થાન ડેઇલી/વિક્લી
એર ઇન્ડિયા રાજકોટ-મુંબઇ 7.55, 8.40 ડેઇલી
ઇન્ડિગો રાજકોટ-મુંબઇ 8.35, 9.05 ડેઇલી
ઇન્ડિગો રાજકોટ-મુંબઇ 11.50, 12.20 ડેઇલી
ઇન્ડિગો રાજકોટ-ગોવા 12.15, 13.00 મંગળ, ગુરૂ, શનિ
ઇન્ડિગો રાજકોટ-બેંગ્લોર 14.35, 15.05 ડેઇલી
ઇન્ડિગો રાજકોટ-પુના 15.00, 16.00 મંગળ, ગુરૂ, રવિ
ઇન્ડિગો રાજકોટ-અમદાવાદ 15.30, 15.50 સોમ, મંગળ, ગુરૂ
શુક્ર, શનિ, રવિ
એર ઇન્ડિયા રાજકોટ-મુંબઇ 17.20, 18.05 ડેઇલી
ઇન્ડિગો રાજકોટ-દિલ્હી 17.25, 17.55 ડેઇલી
ઇન્ડિગો રાજકોટ-મુંબઇ 19.05, 19.40 ડેઇલી
એર ઇન્ડિયા રાજકોટ-દિલ્હી 19.15, 20.22 ડેઇલી
વેંચુરા એર રાજકોટ-સુરત 15.40, 16.30 ડેઇલી