રાજકોટનો માંકડીયા પરિવાર હવન કરવા વતન આવ્યોને ફાયરીંગ થતા બે સગા ભાઈને હાથમાં ઈજા
છોકરાઓને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ધારાગઢવાળો અલી અને તેના સાગરીત દ્વારા સરાજાહેર ફાયરીંગ
ઉપલેટા તાલુકાના પડવલા ગામે ગતરાત્રે મુળ ધારાગઢનો અને હાલ પડવલા ગામે રહેતો મુસ્લિમ શખ્સ અને તેના સાગરીત દ્વારા સરાજાહેર લોકોના ટોળામાં ફાયરીંગ કરતા પટેલ પરીવારના ચાર સભ્યો ઘાયલ થયા હતા તેને ઉપલેટાની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત થતી વિગતો મુજબ ગતરાત્રે ઉપલેટાના પડવલા ગામે રાજકોટમાં સ્ટીલનું કારખાનું ધરાવતા માંકડીયા પરીવાર પોતાના વતન હવન કરવા માટે આવ્યા હતા ત્યારે પરિવાર અને મહેમાનો ઘર પાસે ચોકમાં બેઠા હતા ત્યારે મુસ્લિમના બે નાના છોકરાઓ ગાળો બોલતા હોય આ છોકરાઓને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા છોકરાનાં પિતા જયાં મહેમાનો બેઠા અને માકડીયા પરીવારના સભ્યો બેઠા હતા ત્યાં આવી કેમ મારા છોકરાઓને ગાળો બોલવાની ના પાડો છો તેમ કહી બેફામ ગાળો બોલી હતી.
ચોકમાં બેઠેલા લોકોએ મુસ્લિમ શખ્સોને સમજાવતા તે ત્યાંથી જતા રહેલ થોડીકવારમાં મુસ્લિમ શખ્સ સંધી અલી તૈયબ અને તેના સાગરીત ખુલ્લેઆમ એક હાથમાં દેશી પિસ્તોલ અને બીજા હાથમાં છરી સાથે બંને શખ્સો ઘસી આવી ૧૦૦ માણસોની હાજરીમાં સરાજાહેર ફાયરીંગ કરતા ભારે નાસભાગ મચી જવા પામી હતી.
જેમાં અમૃતભાઈ માકડિયાને સાથરના ભાગમાં ગોળી વાગી હતી. જયારે તેના ભત્રીજા દિપન વિનુભાઈ માકડિયા તેમજ મુળ પડવલાના અને હાલ રાજકોટ નાનામવા રોડ ઉપર રહેતા સ્ટીલનું કારખાનું ધરાવતા નિલેશભાઈ લક્ષમણભાઈ માકડિયા વિજયભાઈ લક્ષમણભાઈ માકડિયા સહિત ત્રણેય પટેલ યુવાનોને માથામાં હાથમાં છરીના ઘા લાગ્યા હતા.
ઈજાગ્રસ્ત ચારેય લોકોને પ્રથમ ભાયાવદર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ ત્યાંથી વધુ સારવાર માટે ઉપલેટાની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. ભાયાવદર પોલીસને ઘટનાની જાણ થતા જ પડવલા ગામે ઘસી જઈ આરોપી દ્વારા જાહેર ફેંકી દેવાયેલા એક પિસ્તોલ અને એક છરી કબજે લઈ આરોપીને ઝડપી લેવા નાકાબંધી કરી હતી.
જયારે ઈજા પામેલા અમૃતભાઈ માકડિયા સહિત ચારેયને ઉપલેટાની ખાનગી હોસ્પિટલે લઈ આવતા ત્યાં ઉપલેટાના પી.આઈ પલ્લાચાર્ય અને ભાયાવદર પોલીસના વસાવા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તો પાસેથી જીણવટભરી માહિતી મેળવી હતી.
મુસ્લિમ શખ્સ સામેઅનેક ગુના નોંધાયેલા છે
મુળ ધારાગઢનો અને હાલ પડવલા ગામે રહેતો અલી તૈયબ શેઠા જાતે સંધી ઉપર ખુન, લુંટ, મારામારી, ખંડણી સહિતના ગુના જામનગર સહિતના ગામોમાં નોંધાયેલા છે.
ગામ લોકોએ અલીને ઝડપી લીધો પણ મોલાના છોડાવી ગયા
પડવલામાં સરાજાહેર ફાયરીંગ કરનાર મુસ્લિમ શખ્સ અલી તૈયબ શેઠાને હથિયારો સાથે ગામ લોકોઅ પકડી લીધેલ પણ સ્થાનિક મસ્જીદના મોલાના વચ્ચે પડી ગામ લોકોને વાતાવરણ ઉગ્ર ન બને તેમ કહી છોડાવી ગયા હતા. અલીના હાથમાં રહેલ દેશી પિસ્તોલ અને છરી ઘટનાસ્થળે ફેંકી દીધી હતી તે પાછળથી પોલીસે આવી કબજે કરેલ હતી.