વઢવાણ વિધાનસભાની બેઠક પર આયાતી ઉમેદવારને ટિકીટ અપાતા કોંગી  આગેવાન અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યુ: ગત ચૂંટણીના પરાજિત ઉમેદવારોનો બળાપો

વડવાણ  વિધાનસભા બેઠક પર તરૂણ બારોટનું નામ જાહેર થતા કોંગ્રેસમાં ભડકો  થયો છે. અને બળવાના એંદાણ   વર્તાઈ રહ્યા છે. મોવડીઓએ આયાતી ઉમેદવારની પસંદગી કરી હોવાની લાગણી  સાથે પક્ષના સ્થાનિક  આગેવાન અને કાર્યકરોમાં નારાજગી   સાથે રોષ  ફેલાયો છે.

સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ખાતે કોંગ્રેસમાં ભડકો કોંગ્રેસી કાર્યકરો ભક્તિ નંદન સર્કલ ખાતે વિરોધ દર્શાવી અને આયાતી ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવતા રોશની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે વઢવાણ સીટ ઉપર છેલ્લા કેટલાક દિવસથી પેજ નામોની ચર્ચા ચાલતી હતી જેમાં મોહનભાઈ પટેલ અને મનુભાઈ પટેલને ટિકિટ ફાળવણીની અટકરો છેલ્લે સુધી રહી હતી ત્યારે અચાનક જ કોંગ્રેસ દ્વારા જે વ્યક્તિઓ એ ટિકિટ માંગી હતી ત્યારે ટિકિટ ફાળવણીમાં આયાતી ઉમેદવાર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે આજે વઢવાણના ભક્તિનંદન કોંગ્રેસના અસંખ્ય કાર્યકરો દ્વારા ટિકિટ ફાળવણીના મુદ્દે અસંતોષ વ્યક્ત કર્યો છે અને કોંગ્રેસ દ્વારા હજુ પણ નિર્ણય બદલવામાં આવે અને જે ટિકિટ ફાળવવામાં આવી છે’

તેને રદ કરી અને પટેલ સમાજના ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ત્યારે આજે ભક્તિ નંદન સર્કલ ખાતે મોહનભાઈ પટેલ તેમજ કોંગ્રેસના કાર્યકરો સહિત કોંગ્રેસમાં અન્ય અને ટિકિટ ફાળવવામાં આવતા વિરોધ દર્શાવ્યો છે જ્યારે આગામી સમયમાં જો ટિકિટ ફાળવણી થઈ છે જેમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે તો કોંગ્રેસમાંથી અસંખ્ય કાર્યકરોના રાજીનામાં પડવાના એંધાણ બતાવી રહ્યા છે અત્યારે હાલમાં કોંગ્રેસના કાર્યકરોમાં અસંતોષની લાગણી જોવા મળી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.