• ડબ્બાનો ભાવ રૂ. 2860થી વધીને રૂ. 2960એ પહોંચતા ગૃહિણીઓમાં દેકારો
રાજ્યમાં સીંગતેલના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં ફરી એક વખત ભડકો થયો છે. ત્રણ દિવસમાં સીંગતેલના ભાવમાં રૂ.100નો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. સીંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.
આજે સતત ત્રીજા દિવસે સીંગતેલના ભાવ વધ્યા છે. જે બાદ સીંગતેલના ડબ્બાનો 2860થી વધીને રૂ.2960 થયા છે. ત્રણ જ દિવસમાં 100નો ધરખમ ઉછાળો થયો છે. ડબ્બાનો ભાવ રૂ.2960 રૂપિયા પર પહોંચ્યો છે. લગ્નસરાની સીઝન ભાવ વધારા માટે જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અન્ય તેલોના ભાવમાં વધારા કોઈ મોટો તફાવત નથી.
વેપારીઓનું કહેવું છે કે, મગફળી કપાસની હાલ યાર્ડમાં ઓછી આવક છે. તેમજ હાલમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે ઉનાળુ પાકને પણ અસર પહોંચી છે. જે સહિતના કારણો આગળ ધરી ખાદ્યતેલોમાં ફરી એક વખત આગ જરતી તેજી જોવા મળી રહી છે.
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે વિવિધ પાકોમાં મોટું નુકસાન થતાં વિવિધ ખાદ્ય તેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી કમઠાણના કારણે ઉનાળું પાકમાં અસર થઈ છે. મગફળી સહિતના પાકમાં ભારે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. ખાદ્ય તેલમાં ભાવ વધારાના પગલે ગૃહણીઓનું બજેટ ફરી એક વાર ખોરવાયું છે. થોડા સમય પહેલા ભાવ ઘટ્યાં હતાં. જોકે, થોડા જ સમયમાં ફરી ભાવ વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.