રાજ્યમાં જીવન જરૂરી વસ્તુ અને મેડિકલનો જથ્થો એક વર્ષ ચાલે તેટલો: મુખ્યમંત્રીની ધરપત
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે જાહેર જનતા જોગ નિવેદન આપ્યું હતું કે, લોકડાઉનની સ્થિતિમાં કોઈએ ગભરાવવાની જરૂર નથી. કોઈએ જીવન જરૂરીયાતની વસ્તુઓની સંગ્રહખોરી પણ કરાવવાની જરૂર નથી. કારણ કે રાજ્યમાં ૨૧ દિવસ નહીં પરંતુ એક વર્ષ સુધી ચાલે તેટલો જીવન જરૂરીયાત ચીજવસ્તુ તેમજ મેડિકલનો જથ્થો ઉપલબ્ધ છે.