સુરખાબની માનવીય ખલેલથી દૂર કચ્છના નાના રણમાં અનોખી લાઇનબધ્ધ વસાહત
કચ્છના નાના રણમાં 2005થી ફ્લેમિંગો દર વર્ષે આ અનોખી વસાહત બનાવવાનો સિલસિલો 17 વર્ષે પહેલી વખત તૂટ્યો છે. કચ્છના મોટા રણના ખડીર રણમાં ફ્લોમિંગોના નેસ્ટિંગ જોવા મળતા સુરખાબના નેસ્ટિંગને નવું સરનામું મળ્યું છે. કચ્છના નાના રણમાં પહેલીવાર ઓગસ્ટ 98માં સુરખાબની વસાહત મળી હતી. માનવીય ખલેલથી દૂર વેરાન રણમાં વસાહત બનાવતાં હતાં
કચ્છના નાના રણમાં એક વિશાળ વસાહત વચ્છરાજ બેટની દક્ષિણે તથા જીલંધર બેટમાં મળી હતી, જે 250 એકરમાં હતી. તેમાં હજારો માળા હતા. એક અંદાજ પ્રમાણે ઓગસ્ટ1998માં મળેલી વસાહતમાં 25,000થી 30,000 માળા, 30,000 જેટલાં પુખ્ત પક્ષીઓ અને 25,000 જેટલાં બચ્ચાં હતાં. એ પછી 2005થી અત્યાર સુધી દર વર્ષે સુરખાબ માનવીય ખલેલથી દૂર વેરાન રણમાં વસાહત બનાવતાં હતાં. જોકે, આ વર્ષે રણમાં વરસાદી પાણીની સાથે બનાસ અને રૂપેણ નદીનું બેઠું પાણી ન આવતા કચ્છના નાના રણ સાથે ફ્લેમિંગોના નેસ્ટિંગનો 17 વર્ષનો નાતો તૂટ્યો છે.
કચ્છના નાના રણમાં સુરખાબના નેસ્ટિંગની નહિવત શક્યતા
હાલમાં કચ્છના નાના રણમાં ચોમાસાની જતી સિઝનમાં પાણી આવતા હવે સુરખાબ પક્ષીનો સંવનનકાળનો સમયગાળો પૂરો થઇ જવાની સાથે નેસ્ટિંગ કર્યા બાદ બચ્ચાંને જન્મ આપી સામૂહિક ઉડાન સાથે વિદાય થઇ જવાનો સમય પૂરો થઇ ગયો છે. આથી હવે કચ્છના નાના રણમાં સુરખાબના નેસ્ટિંગની નહિવત શક્યતા વનવિભાગ સેવી રહ્યું છે. ત્યારે કચ્છના મોટા રણના ખડીર રણમાં ફ્લેમિંગોનું (અનોખી માળા વસાહત) નેસ્ટિંગ જોવા મળતા સુરખાબના નેસ્ટિંગને નવું સરનામુ.