મગફળીની આવક ઘટતા સિંગતેલના ભાવ વઘ્યા: સાઇડના અન્ય ખાદ્ય તેલના ભાવ સ્થીર
મગફળીની આવકમાં ઘટાડો થવાના કારણે સિંગતેલના ભાવમાં ફરી વધારો થઇ રહ્યો છે એક જ દિવસમાં સિંગતેલના ભાવમાં પ0 રૂપિયાનો વધારો થવાના કારણે 15 કિલોના ડબ્બાના ભાવ રૂ. 2800 થી 2850 આસપાસ પહોંચી જવા પામ્યો છે. જો કે સાઇડના અન્ય તમામ ખાદ્યતેલના ભાવ સ્થીર છે આગામી દિવસોમાં સિંગતેલના ડબ્બાના ભાવ 3000 રૂપિયાની પાર થઇ જશે.
મગફળીની આવકમાં હવે ઘટાડો થવાના કારણે સિંગતેલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. એક જ દિવસમાં પ0 રૂપિયાનો ભાવ વધારો થયો છે. હાલ બજારમાં સિંગતેલ રૂ. 2800 થી 2850 રૂપિયામાં વેંચાય રહ્યું છે.
જો કે અન્ય તમામ તેલના ભાવ સ્થિર છે હાલ કપાસિયા તેલના ડબ્બાના ભાવ રૂ. 1950, પામોલીન તેલના ડબ્બાના ભાવ રૂ. 1600, મકાઇ તેલના ડબ્બાના ભાવ રૂ. 1850 અને સોયાબીન તેલના ડબ્બાના ભાવ રૂા. 2050 બોલાઇ રહ્યા છે. આગામી દિવસોમાં સિંગતેલની સાથો સાથ સાઇડના તેલના ભાવોમાં વધારો થવાની સંભાવના તેલના વેપારીઓ વ્યકત કરી રહ્યા છે.