‘રાખ’ના વરસાદની આગાહી : સ્થળાંતર કામગીરી તેજ

ફિલિપાઈન્સમાં તાલ જવાળામૂખીના લાવા અને રાખના આવરણથી હજારો લોકો અસરગ્રસ્ત બન્યા છે. અને અઠવાડિયાઓ સુધી આસમાને ચડેલી રાખના વરસાદની આગાહી કરવામાં આવી છે. ફિલિપાઈન્સ સરકારે પેન્સવાસીઓને લિમ્બોમાં સ્થળાંતરીત કરવા આદેશ જરી કરીને તેમના ઘો પર રાખના વરસાદની દહેશત ઉભી થઈ છે.

rajani

જવાળામુખી ફાટવાથી સમગ્ર વિસ્તાર જનજીવન આકાશમાં રચાયેલા ભયંકર રાખના વાદળ અને ગરમ ધગધગતા લાલ કલરનાં લાવારસથી રવિવારે હજારો લોકોનો દક્ષિણ મનીલાની પર્વતીય તળેટી વિસ્તારમાંથીસલામત સ્થળે ભાગી જવા માટે મજબૂર બનાવ્યા હતા. ઘણા લોકોએ તો જીવનજરૂરી ચીજ વસ્તુઓ પાળતુ પ્રાણીઓ અને અન્ય ચીજ વસ્તુઓની પરવા કર્યા વગર સરકારની તાત્કાલીક જવાળાભૂખી કટોકટીની જાહેરાતના પગલે જીવ બચાવવા સઘળુ મૂકીને સલામત સ્થળે ભાગી ગયા હતા. 30 હજાર હિજરતીઓમાં સામેલ 47 વર્ષના માછીમાર યુવાન ક્રેડીઝએ જણાવ્યુંં હતુ કે અમે બધુ મૂકીને પહેરલ કપડે શરણાથી કેમ્પમાં આવી ગયા છીએ 30 વર્ષના ગેશટતો 4 નાના બાળકો અને પરિવારજનોની વિખુટો પડી ને કેમ્પમાં રહે છે. તેણે જણાવ્યું હતુ કે આ લાંબુ નહિ ચાલે અમે કામ ધંધા સહિત તમામ વસ્તુઓ ગુમાવી ચૂકયા છે. બધુ સારૂ થઈ જશે.

રેડક્રોર્સના રિચાર્ડ ગોર્ડનેતો પરિસ્થિતિ હજુ વધુ બગડશે તેવી ચેતવણીની દહેશત વ્યકત કરી છે. અને કુટુંબીજનો અને પાલતુ પ્રાણીઓને જેમ બને તેમ જલ્દીથી રાખના વાદળ વચ્ચેથી હટી જઈને અડધા માઈલ જેટલા આ રાખના વાદળથી દૂર જવા ચેતવી દીધા છે. કારણ કે આ વાદળા ગમે ત્યારે જમીન પર આવીને બધાને જીવતા કબ્રસ્તાનમાં દફન કરી દેશે.

સત્તાવાળાઓએ આ પરિસ્થિતિ અને કટોકટી લાંબો સમય ચાલનારી બતાવી છે. જવાળામુખી કયારે નિષ્ક્રીય થશે તે કહેવું સંભવિત નથી રવિવારે એકાએક ધડાકા સાથે જવાળામુખી ફાટતા 15 કીમી દૂરથી રાખનું વિશાળ વાદળુ આકાશમાં ચડતુ દેખાયું હતુ અને ત્યાર પછી રાખનું વરસાદ વરસવાનું શરૂ થયું હતુ અને ધગધગતી રાખના વરસાદ વરસવાનું શરૂ થતા મનીલાના આંતરરાષ્ટ્રીય વિમાન મથકની સેંકડો ફલાઈટ મુલતવી, રાખતા 10 હજાર મુસાફરો રઝડી પડયા હતા. ફિલિપાઈન્સમાં જવાળામૂખી ફાટવાના ઈતિહાસમાં 1991માં ઉતરપશ્ર્ચિમ મનાલીથી દૂર પિનાટુલુ પર્વતમાળામાં જવાળામુખી ફાટયો હતો. જેમા 400થી વધુ ના મૃત્યુ નિપજયા હતા. તેના અગાઉ 1977 અને તે પહેલા 1965માં જવાળામુખી ફાટવાની ઘટનામાં 200ના મોત નિપજયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.