વઢવાણા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વઢવાણા પાસે આવેલું એક તળાવ છે જે પક્ષી અભયારણ્ય તેમજ રામસર સ્થળ પણ છે.વનવિભાગના અધિકારીએ કહ્યું કે વડોદરાથી ૪૫ કિમી દૂર આવેલા વઢવાણા સરોવરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાનગતિ માણવા આવે છે. ગત વર્ષે નવેમ્બરથી માર્ચ મહિના દરમિયાન ૫૦ હજારથી વધુ યાયાવર પક્ષીઓની સંખ્યા નોંધાઈ હતી, જેમાં સૌથી વધારે સંખ્યા સાઈબિરીયાથી આવતા ગાજહંસની હતી.

વડોદરાના વન્ય પ્રાણી વિભાગે રામસર સાઈટ અને પક્ષી તીર્થ વઢવાણા ખાતે તા 20 જાન્યુઆરી શુક્રવારના રોજ મોસમી પક્ષી ગણતરી છે. ત્યારે આ વખતે નિષ્ણાતો અને અનુભવી વન કર્મચારીઓની ટીમમાં નાના ભૂલકાઓનો પણ આ વસ્તી ગણતરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.વડોદરા નજીક આવેલા ભાયલીના નિવાસી હર્ષિલ, મનન અને નંદનીનો પણ પક્ષી ગણતરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Screenshot 3 16

આ છીછરા જળ વાળી જગ્યાને રાજ્યની એકમાત્ર માનવ નિર્મિત રામસર સાઈટની ગૌરવભરી ઓળખ મળી છે અને વડોદરા જિલ્લો અને ગુજરાત માટે પર્યાવરણ પ્રવાસન નું ધામ આ જળાશય બન્યું છે.તેની જાળવણી અને સંવર્ધન વન્ય જીવ વિભાગ વડોદરા દ્વારા થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના પક્ષી તીર્થો ખાતે શિયાળુ યાયાવર પક્ષીઓના આગમનને પગલે દર વર્ષે એકથી વધુવાર મોસમી પક્ષી ગણતરી નિયમિત હાથ ધરવામાં આવે છે, કે જેમાં પ્રથમ વખત બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે નાના ભૂલકાઓ પણ હવે અધિકૃત અધિકારીઓની જેમ પક્ષીઓની ઓળખ અને ગણતરી કરશે.

Screenshot 4 12

સ્લમ વિસ્તારમાં રહેતા આ બાળકોના માતા-પિતા પક્ષી વિજ્ઞાનનો કોઇ ઊંડો અભ્યાસ ધરાવતા હોય કે ઉચ્ચ શિક્ષિત હોય એવું કશું જ નથી. પરંતુ, પહેલા તો આ બાળકોને તળાવની સ્વચ્છતામાં જોડાયા અને પછી તેમનામાં પક્ષી નિરીક્ષણના કુતૂહલનું સિંચન કર્યું.તેના કારણે આજે તેઓ નિપુણ પક્ષી ભોમિયા – બર્ડ વોચર અને ગાઈડ બનીને રાજ્યના બાળકો માટે પ્રેરક બન્યા છે.

વડોદરાના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર રવિરાજ રાઠોડ જણાવે છે કે આ બાળકો ખૂબ જ પ્રતિભાશાળી છે તેમજ તેઓ પક્ષીઓ વિષે જબરદસ્ત જાણકરી ધરાવે છે. આ પગલુ યુવાનોમાં પ્રકૃતિ અને પર્યાવરણની જાણવણી માટે જાગૃતતા ફેલાવામાં મદદરૂપ થશે.

છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હર્ષિલ વણકર 120 થી પણ વધુ યાયાવર પક્ષીઓની જાતિઓથી માહિતગાર છે તેમજ ભાયલી સ્લમ વિસ્તારમાં રહેતી અને દશમાં ધોરણમાં અભ્યાસ કરતી નંદનીએ જણાવ્યુ હતુ કે પહેલા તેને પક્ષીઓનું અવલોકન કરવું પસંદ નહોતું પણ હવે પસંદ આવવા લાગ્યુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.