રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં ૧૦ ફૂટના ફલેગ ઓફ યુનિટીનું નિર્માણ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવનાર છે. આ ફલેગ ઓફ યુનિટી વિરાજબા જાડેજા દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂકયું છે. હાલ ફાઈનલ ટચ અપ આપવામાં આવી રહ્યું છે. આવતીકાલે સાંજે ફલેગને કાચના ખાસ બોક્ષમાં મૂકવામાં આવશે બાદમાં આ ફલેગને થોડા સમય માટે અહી જ રાખવામાં આવશે. ત્યારબાદ તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોકલી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે કલેકટર કચેરીએ રાજયના પશુપાલન મંત્રી બચુભાઈ ખાબડ પધાર્યા હતા.
તેઓએ તેમજ જિલ્લા કલેકટર રેમ્યા મોહન, મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ડીડીઓ, અનિલ રાણાવસીયા, એડી કલેકટર પરિમલ પંડયા અને ડે. ડીડીઓ ગોહિલે ફલેગ ઓફ યુનિટીનું નિરીક્ષણ કર્યું હતુ.