આગવી ઢબથી ફોલ્ડ કરાયેલા ૪૦ હજાર કાગળના ટુકડાને જાપાનીઝ
ઓરેગામી પદ્ધતિથી ગોઠવીને નિર્માણ કરાયો હતો ૧૦ ફૂટનો વિશાળ રાષ્ટ્રધ્વજ
રાજકોટ જિલ્લાના કલેકટર કચેરી ખાતે તાજેતરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી સંદર્ભે એકતાનો સંદેશો પાઠવવા માટે જે ફ્લેગ ઓફ યુનિટી તૈયાર કરવામાં આવ્યો હતો. તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
ફ્લેગ ઓફ યુનિટીનું ૪૦ હાજરથી વધુ કાગળના ટૂકડાના ઇન્ટરલોકીંગ દ્વારા નિર્માણ કરાયું છે. આ અનોખો વિચાર મહિલા ડિઝાઇનર અને આર્ટિસ્ટ વિરાજબા જાડેજાને આવ્યો હતો અને રાજકોટવાસીઓના સાથ-સહકારથી આ રાષ્ટ્રધ્વજ તૈયાર થયો હતો. જેને કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મૂકવામાં આવ્યો છે. આ ત્રિરંગો ૯.૯૯ ફૂટ લંબાઇ અને ૬.૬૬ ફૂટ પોહળાઇ ધરાવે છે જેને કાચની ફ્રેમમાં મઢવામાં આવ્યો છે.
આ ઉપરાંત કુલ ૪૦૫૫૩ કાગળના ટૂકડાઓને ખાસ ઇન્ટરલોકીંગ પધ્ધતીથી ગુંદરના ઉપયોગ વગર જોડીને ત્રિરંગો તૈયાર થયો છે. ત્રિરંગોનું નિર્માણ કરવામાં નાના-મોટા અબાલ વૃધ્ધ સહિત અનેક શાળાના વિદ્યાર્થીઓ સહિત મહિલાઓ જોડાઇ હતી. આ ઉપરાંત અત્યાર સુધીમાં સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ૯.૪ ફૂટનો રેકોર્ડ યુનાઇટેડ આરબના નામે નોંધાયેલો છે. જ્યારે હવે ફ્લેગ ઓફ યુનિટીના નિર્માણથી ભારતે રેકોર્ડ સર્જ્યો છે. આ ફ્લેગ ઓફ યુનિટીને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેનું સર્ટિફિકેટ જિલ્લા કલેકટરને મળ્યું છે.