માહામારી કોરોનાએ વિશ્ર્વ આખાને અજગર ભરણે લીધો છે. ત્યારે શહેરના જંગેલેશ્ર્વર વિસ્તારમાં ગઇ કાલે વધુ પાંચ વ્યકિતઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોય જેથી શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્ર્નર ખુરશીદ અહેમદ, ડીસીપી જોન-૧ રવિમોહન સેન્ટી, ડિસીપી ઝોન-૨ મનોહરસિહ જાડેજા કાઇમ એસીપી જયદિવસિહ સરવૈયા, પૂર્વ એસીપી એસ એલ રાઠોડ, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.એમ.ગઢવી, એસઓજીના પીઆઇઆરવાય રાવલ, ટ્રાફિકના પીઆઇ એસએન ગડુ, ભકિતનગરના પીઆઇ તરીકે વી.કે. ગઢવી સહિત પોલીસ જવાનો મોટી સંખ્યામાં જંગલેશ્ર્વર વિસ્તારમાં ફલેચ માર્ચ ઓવુ હતી જંગલેશ્ર્વર વિસ્તારમાં ૧૩ શેરીમાં બેરીગેલટ કરવામા આવી છે. આ તમામ શેરીમાં સીલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ વિસ્તારમાં ચુસ્ત બદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. સવેધીશીલ જંગલેશ્ર્વર વિસ્તારમા લોકો બીજ જરૂરી ઘરની બહાર ન નીકળે અને મહામારી કોરોના વાયરસના કોઇ અન્ય લોકો ભોગ ન બને તે માટે પોલીસ દ્વારા ડ્રોનકેમરા તથા બે કેમરામેનને સતત બાજ નજર રાખવા આદેશો કરવામાં આવ્યા છે.
શીલ કરાયેલી તમામ શેરીમાં અને અન્ય જગ્યાપર પોલીસ દ્વારા સ્વયમ સેવકો ગોઠવી દેવામાં આવ્યા છે જેમ આ વિસ્તારની તમામ મહિતી વહેલી તકે પોલીસ સુધી પહોચી શકે જંગલેશ્ર્વર વિસ્તારમાં ફરજ પર રહેવા હોમ ગાર્ડ જવાન પાર્થની તબિયત બગડતા અને તેના મા કોરોના વાયરસના લક્ષણો જાણતા તેને આસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.