સોમનાથ મંદિરે ભાવિ ભક્તો ઉમટ્યા
ગીરસોમનાથમાં ભારત હિન્દુ યુવા સંગઠન દ્વારા ગીર સોમનાથ દ્વારા આયોજિત સોમનાથ મંદિર મહાદેવ ધ્વજારોહણ મહોત્સવ સાથે હિન્દુ ગૌરવ યાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી નીકળી હતી .
સાસંદ , જીલ્લા ભાજપના આગેવાનો , પાલીકાના નગરસેવકો સહીત બહોળી સંખ્યામા લોકો ઉમટયા હતા .
હજારોની સંખ્યામા યુવાનો બાઇકો, કારના કાફલો અને ડીજે અને કેસરી ધ્વજા સાથે નીકળ્યા હતા .
ભારતના યુવા હિન્દુ સંગઠનના હોદેદારો , પૂણેના મહંત હાજર રહ્યા હતા .
ઠેરઠેર હિન્દુ સંગઠન ના હોદેદારોનુ સન્માન કરાયું હતું .
ગૌરવ રૈલી સોમનાથ પહોચી અને ધ્વજારોહણ કરશે .