કોલસામાં સતત ભાવ વધતા સિમેન્ટ ઉદ્યોગને પહોંચશે તેની અસર,બાંધકામ ક્ષેત્ર પણ થશે મોંઘુ

વૈશ્વિક સ્તર અને રાષ્ટ્રીય સ્તર પર જે રીતે કોલસામાં ભાવ વધારો થઈ રહ્યો છે તેને ધ્યાને લઇ સિમેન્ટના ભાવમાં પણ વધારો થશે એટલું જ નહીં આ ભાવ વધારાથી અને સંલગ્ન ક્ષેત્રો ને પણ તેની માઠી અસર નો સામનો કરવો પડશે. પ્રાપ્ત માહિતી મુજબ કોલસા માં સતત ભાવ વધારો થઈ રહ્યો છે જે પહેલા 70 થી 80 ડોલર પ્રતિ ટન જે કોલસો મળતો હતો તે અત્યારે 105 ડોલર તને મળી રહ્યો છે જે ભાવ હજુ પણ વધે તો નવાઈ નહીં. આંકડાકીય માહિતી મુજબ આ આંકડો હજુ પણ 135 ડોલર પ્રતિ ટન સુધી પહોંચશે.

સામે સત્ય હકીકત તો એ પણ છે કે સિમેન્ટ કાર્ટેલ ખૂબ જ મજબૂત થઈ રહ્યું છે પરિણામે ભાવમાં જે રીતે વધારો થાય છે તેનાથી બાંધકામ ક્ષેત્ર પણ મોંઘું થશે અને આવનારા સમયમાં લોકો નું જે ઘરના ઘરનું સ્વપ્ન છે તે પણ મોંઘુ પુરવાર થાય તો નવાઇ નહીં. સિમેન્ટ ક્ષેત્રે કોલસાનો ઉપયોગ સૌથી વધુ માત્રામાં થતો હોય છે માત્ર સિમેન્ટ જ નહીં પરંતુ એવા ઘણા ક્ષેત્રો છે જ્યાં કોલસો તેનું મુખ્ય પરિબર હોઈ છે.

કોઈ સામાન પનારા ભાવ વધારાની અસર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે પણ થઈ શકે છે હાલ અનેક કંપનીઓ પાસે કોલસાનો વિશાલ પ્રમાણમાં સ્ટોક પડેલો છે. પરંતુ તેને ઉત્પાદનમાં લેવું ખૂબ જ કઠિન અને મુશ્કેલ છે તો સામે ઘણી કંપનીઓ એવી પણ છે કે જ્યારે કોલ તો સસ્તા ભાવે મળતો હતો તે સમયે તેનો સંગ્રહ કર્યો છે પરંતુ હાલની સ્થિતિને ધ્યાને લઇ કોલસા આધારિત જેટલા પણ ક્ષેત્રો છે જેમાં માઠી અસર જોવા મળશે.

આયાતી કોલસાના ઉપર જે રીતે નિયંત્રણ લાદવામાં આવ્યું છે તેને જો સરકાર મહદંશે ઘટાડે તો સસ્તા ભાવે ભારત દેશને કોલ મળી શકે છે અને જે ક્ષેત્ર પસંદ પડ્યા છે તે ફરી જાગ્રત થશે પરંતુ હાલની સ્થિતિ અને ધ્યાને લઇ સિમેન્ટ ક્ષેત્ર રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઊર્જા ઉત્પાદન ક્ષેત્રને આ ભાવ વધારાથી ઘણા ખરા અંશે સહન પણ કરવું પડશે અને ભાવમાં ઘટાડો ત્યારે થાય તે પણ એક ચિંતાનો વિષય છે. શ્રી તરફ જ્યારે સિમેન્ટનો ભાવ વધારો થતો હોય તે ટૂંક સમય માટે નહીં પરંતુ લાંબા સમય માટે જોવા મળતો હોય છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.