રોડ–રસ્તાના કામો તાત્કાલિક શ‚ કરવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની મેયર સહિતના પદાધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ: શહેરના ૯૬.૯૧ કિમીના રસ્તાઓ નવરાત્રી પહેલા ફરી મઢી દેવા કડક ભાષામાં તાકીદ
ડીએમસી અને સિટી ઈજનેરો ફિલ્ડમાં ઉતરે: રસ્તાઓ તુટશે તો અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહીના અપાતા સંકેતો
ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હોમટાઉન એવા રાજકોટના રાજમાર્ગોની દશા ગામડાઓના રસ્તાઓથી પણ બદતર થઈ ગઈ જવા પામી છે. નવરાત્રી પહેલા શહેરના તમામ રાજમાર્ગો ફરી ટનાટન થઈ જાય તે માટે આજે કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય તથા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની સહિતના મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં રોડ-રસ્તાના કામો તાત્કાલિક અસરથી શ‚ કરી નવરાત્રી પહેલા પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવયું હતું કે, આજે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા એક વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં મેયર ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની ઉપરાંત ત્રણેય ઝોનના ડીએમસી ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં સી.એમ.એ એવી તાકીદ કરી છે કે ચોમાસાની સીઝનમાં તુટતા રસ્તાઓ માટે હવે માત્ર એજન્સી જ નહીં પરંતુ સીટી ઈજનેરોની જવાબદારી પણ ફિકસ કરવામાં આવશે. રોડ-રસ્તાના કામો ફરીથી શ‚ થાય અને તેનું મોનીટરીંગ નિયમિત થાય તે માટે સીટી ઈજનેરો અને ડેપ્યુટી મ્યુનિ.કમિશનરને ફિલ્ડમાં રહેવા તાકીદ કરવામાં આવી છે. સાથોસાથ નવરાત્રી પહેલા શહેરના તમામ ખાડાઓ ફરી બુરાઈ જાય અને નવા રસ્તાઓ શ‚ થાય તે માટે પણ સુચના આપી દેવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ૧૫મી સપ્ટેમ્બર સુધીમાં મોનસુન પ્લાન તથા ડામર એકશન પ્લાનના કામો ઝડપથી શ‚ થઈ જાય તે માટે પણ મુખ્યમંત્રીએ આદેશ આપી દીધા છે. રાત-દિવસ કામ કરવાની સુચના આપવામાં આવી છે. શહેરમાં કુલ ૯૬.૯૧ કિલો મીટરના રસ્તાઓ રીપેર કરવામાં આવશે. જેમાં ૧૪૩ મુખ્ય અને આંતરીક રસ્તાઓનો સમાવેશ થાય છે. જેને નવરાત્રી પહેલા ફરી ડામરથી મઢી દેવામાં આવશે.;