શિબિરમાં પૂ. આચાર્યદેવ યશોવિજયસુરીશ્ર્વર મ.સા. આપશે પ્રવચન, યુવાનો વચ્ચે વિવિધ વિષયો પર ડિબેટ પણ યોજાશે
ત્રણ કલાકની શિબિરમાં હેલ્ધી રીલેશનશીપ, સેલ્ફ ડેવલપમેન્ટ, ઇવોલ્યુશન, ટ્રુ જોય, લાઇફ ઇમ્પ્રુવમેન્ટ, નો એન્ટ્રી, ટ્રુ એનીમી અને ફીઅર ફેકટર્સ સહિતના વિષયો ઉપર છણાવટ કરાશે
પાશ્ર્ચાત્યજગતની વિકૃતિસમા ભોગ માર્ગે જ ભોગના રાહ જ રાહ ધરાવતી આજની યુવા પેઢીને યૌવન, શુઘ્ધિ, શૌર્ય, સંસ્કૃતિ, સંસ્કારની લગની લગાડવા માટે પાયમાલ થયેલ યુવાધનને વફાદારી, નૈતિકતા આદિની મૂડી દ્વાારા સમૃઘ્ધ કરવા માટે યુવા પેઢી સાથેની મુકત મસલત એટલે જ શિબિર ! આ શીબીર આરાધના ભવન ૪/૧૪ જાગનાથ પ્લોટ ખાતે જુલાઇ માંમાં તા.ર૧ અને તા.ર૮ તેમજ ઓગષ્ટ માસમાં તા. ૪, ૧૧ અને ૧૮ ના રોજ સવારે ૯ થી ૧ર દરમિયાન યોજાશે.
ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચારની રોજીંદી વિકરાળ રાષ્ટ્રીય સમસ્યાઓનો કાયમી અને કામિયાબ ઉપાય એ જ છે કે આજની યુવા પેઢીને સદાચારનો માર્ગ દેખાડો- ભ્રષ્ટાચાર દૂર થશે. શીલનો રાહ બતાવો – વ્યભિચાર દુર થશે. સંસ્કૃતિનો પથ દર્શાવો દુરાચાર રવાના થશે. સંસ્કારનો રસ્તો ચિંધો કુસંસ્કાર છુ થઇ જશે. આ જ યુવાનો આ દેશની ધુરાને આવતીકાલે વહન કરવાના છે. આ માટે લેટસ પુટન ઇન્ડીયા ફર્સ્ટ ના શમણાં સાકાર કરવા માટે યુવાપેઢી પરિવર્તન અનિવાર્ય છે શીબીર તેનો અમોધ ઉપાય છે રામબાણ ઇલાજ છે.
શિબિરના ત્રણ કલાક દરમ્યાન વિષય વૈવિઘ્ય અપરંપરા મળશે સાથે સાચી સફળતાને આંબવામાં સહાયક એક સંબલ (ભાથુ) પણ મળી રહેશે. હેલ્ધી રીલેશનશીપ, સેલ્ફ ડેવલમેનટ, ઇવોલ્યુશન, ટ્રુ જોય, લાઇફ ઇમ્પ્રુવમેન્ટ, નો એન્ટ્રી, ટ્રુ એનીમી, ફિઅર ફેકટર્સ જનરેશન ગેપ, ટ્રેઇલર ઓફ ધ પોસ્ટ, ફોર અનબ્રેકેબલ્સ, ગોલ, હિડન ટ્રેઝર્સ, ઇકો ઓફ ધ ફયુચર ઇત્યાદિ અનેકાનેક આધુનિક યુવાનને માટે અત્યાવશ્યક વિષયો ઉપરની રોચક છણાવટ થશે. તમારી કોઇપણ સમસ્યાને તમે રજુ કરી શકો છો. સંતોષકારક સમાધાન પણ તમને અવશ્ય મળશે. ઉપરોકત પ્રત્યેક વિષયની દ્રષ્ટાંતો સાથે અદભુત છણાવટ દર રવિવારીય શીબીરમાં થશે. આ તો એક ઝાંખી છે. સાક્ષાત અનુભવ કરવા માટે તો રુબરુ જ આવવું રહ્યું.
૧૫ વર્ષથી લઇ પપ વર્ષ સુધીના તમામ યુવાન-યુવતિઓ માટે ચાહે તે જૈન હોય કે જૈનેતર સહુ માટે આ શિબિરનું આયોજન છે. ધર્મ પ્રત્યેની જો તમને એલર્જી હોય, તો પણ આ શિબિરમાં જરુર પધારો, જયાં શિબિરમાં તમને ધર્મનું સાચું વૈજ્ઞાનિક સ્વરુપ જાણવા મળશે ત્યારે તમારી એલજી દૂર થઇને જ રહેશે. આધુનિક જમાનાને અનુરુપ સાયન્ટિક વાતો જાણવા મળશે.
શીબીરની વિશેષતાઓ તો ઘણી છે. સૌથી મુખ્ય એ છે કે આ શિબિરમાં પ્રવચન આપશે પરમ પૂજય આચાર્યદેવ યશોવિજયસુરીશ્ર્વરજી મહારાજ સાહેબ, પૂજયએ અસાધારણ વિદ્વતા તો પ્રાપ્ત કરેલ છે જ છે. સંસ્કૃત ભાષામાં બે લાખ જેટલા શ્ર્લોક પ્રમાણ કઠીનમાં કઠીન વાતને સળરતાથી સમજાવવાની કળામાં પૂજયશ્રી કાબેલ છે. એટલે કે પૂજયશ્રીના પ્રવચનોએ યુવાનોને ખુબજ આકર્ષ્યા છે. અનેક યુવાનોએ પુજયશ્રીના પ્રવચનોથી જીવન પરિવર્તન કર્યુ છે. સરસ્વતી માઘ્યમિક વિઘા મંદીર, રાજકોટ મોદીસ્કુેલ રાજકોટ ઇત્દાદિ ર૦ થી અધિક સ્કુલોમાં પ્રવચન માટે પૂજયશ્રીને નિમંત્રણ મળેલ. અને દરેક સ્કુલોમાં પુજયશ્રીએ પ્રવચન ફરમાવેલ. ઘણી સ્કુલોની પુન: માંગણી આવતા અનેક વાર પણ પ્રવચન ગોઠવાયેલ. આત્મીય કોલેજ વગેરે રાજકોટની સુપ્રસિઘ્ધ બેથી ત્રણ કોલેજમાં પણ પુજયશ્રીના પ્રવચનો ગોઠવાયેલ, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં પણ પૂજયશ્રીનું પ્રવચન ગોઠવાયેલ તદુપરાંત રાજકોટ જીલ્લા જેલના કેદીઓ સમક્ષ પણ વારંવારના આમંત્રણથી પુજયશ્રી પાંચ વખત પધારેલ.
બીજી મુખ્ય વિશેષતા એ છે કે શિબિર અંતર્ગત અભ્યાસ બાદ નોકરી કરવી કે વેપાર ધર્મ ચઢે કે વિજ્ઞાન ? શાસનસેવા શી રીતે? ફેમીલી પ્લાનીંગ અપનાવવા જેવું ખરું? એરેન્જ મેરેજ સારા કે લવમેરેજ? ઇત્યાદિ પ્રસ્તુત વિષયો ઉપર યુવાનો વચ્ચે જ ડિબેટનું આયોજન છે. વિવિધ વિષયો ઉપર સ્લાઇડ શો પ્રોજેકટ દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવશે. આવી તો અનેક વિધ વિશેષતાઓથી સભર આ શીબીર છે.
ઉલ્લેખનીય છે કે જૈન ધર્મના પ્રસિઘ્ધ અત્યંત કઠોર અને ઉગ્ર સાધના કે જેનું નામ છે સિઘ્ધીતપ તેમાં પણ પૂજયશ્રીની પ્રેરણાથી સારા આરાધકો જોડાય છે.
સાત વર્ષની બાલિકાએ તથા નવ વર્ષના બાલિકે જામનગરમાં સિઘ્ધિતપ કરેલ, બ્લેપ્રેસરવાળા, હાર્ટ પેશન્ટ, ડાયાબીટીસ પેશન્ટ વગેરે લોકો પણ સિઘ્ધિતપમાં જોડાય છે અને રોગોથી મુકિત મેળવેલ છે., યુવાન-યુવતિઓ અભ્યાસ સાથે આ તપમાં જોડાયેલા હતા. ખારવા, દરજી જેવી અન્ય કોમની વ્યકિતઓ પણ પુજયશ્રીની પ્રેરણા પામી સિઘ્ધિતપમાં જોડાયેલા હતા.