- આઈપીએલ સીઝન પહેલા આજે મુંબઈમાં એક બેઠક યોજાશે જેમાં 10 ટીમોના કેપ્ટનો હાજરી આપશે અને બીસીસીઆઈ આ અંગે તમામ કેપ્ટનો સાથે સલાહ લેશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે
આઇપીએલ 2025 ની પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ પહેલા બીસીસીઆઈ આ સમયે એક્શન મોડમાં છે. તૈયારીઓને અમલમાં મૂકવાના પ્રયાસો ચાલુ છે. આ દરમિયાન એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર બહાર આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આઈપીએલની આ સીઝન શરૂ થાય તે પહેલાં બીસીસીઆઈ મોટો નિર્ણય લઈ શકે છે. આ બોલરો માટે ખૂબ મદદરૂપ થશે પણ બેટ્સમેનોની મુશ્કેલીઓમાં વધારો કરશે. જોકે, બીસીસીઆઈ અંતિમ નિર્ણય આઇપીએલ ટીમોના કેપ્ટનો સાથે પરામર્શ કરીને લેશે. બીસીસીઆઈ દ્વારા પહેલાથી જ આદેશ જારી કરવામાં આવ્યો છે કે આઈપીએલ સીઝન પહેલા આજે મુંબઈમાં એક બેઠક યોજાશે.
આમાં બધી 10 ટીમોના કેપ્ટનો હાજરી આપશે. આ બેઠક મુંબઈમાં યોજાશે. આ દિવસે બધા કેપ્ટનોનો ફોટોશૂટ પણ થશે. દરમિયાન, મહત્વની વાત એ છે ક. આઈપીએલની આ સીઝનથી બોલરોને બોલ પર લાળ લગાવાની છૂટ મળી શકે છે. આ સંદર્ભમાં આજે યોજાનારી બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીસીસીઆઈ આ અંગે તમામ કેપ્ટનો સાથે સલાહ લેશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. પહેલા બોલરો બોલિંગ કરતી વખતે બોલ પર લાળ લગાવતા હતા. આનાથી તેમને ફાયદો થતો હતો અને બેટ્સમેનોની વિકેટ લેવામાં મદદ મળતી હતી. આ પછી જ્યારે વર્ષ 2020 માં કોવિડ આવ્યો, ત્યારે આઈસીસી એ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પગલું સાવચેતીના ભાગ રૂપે લેવામાં આવ્યું હતું. જોકે, આ પછી આઈસીસી એ 2022 માં તેને કાયમી નિયમ બનાવ્યો હતો. સ્વાભાવિક છે કે રોગચાળાને કારણે આ નિયમ આઇપીએલમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે અમલમાં છે. જોકે, આઈપીએલના નિયમો આઈસીસી કરતા અલગ છે. આ અંતર્ગત હવે આઈસીસી ફરીથી બોલરોને લાળ લગાવવાની મંજૂરી આપી શકે છે. દરમિયાન બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોવિડ પહેલા બોલ પર લાળ લગાવવું સામાન્ય હતું, પરંતુ હવે તેનાથી કોઈ ખતરો નથી, તેથી પ્રતિબંધ હટાવવામાં કોઈ નુકસાન નથી. અધિકારીએ કહ્યું કે લાલ બોલ પર લાળ લગાવવાથી ખૂબ જ મોટી અસર પડે છે. જો મીટિંગ દરમિયાન બધા કેપ્ટન આ વાત પર સહમત થાય છે તો 22 માર્ચે જ્યારે આઈપીએલની પહેલી મેચ રમાશે, ત્યારે બોલરો ફરીથી બોલને ચમકાવવા માટે લાળ લગાવતા જોઈ શકાશે. આ પહેલા દેશ અને દુનિયાભરના ઘણા બોલરોએ લાળના ઉપયોગની મંજૂરી આપવાની વાત કરી છે. જો આવું થશે તો આ વર્ષે બેટ્સમેન માટે મોટો સ્કોર કરવામાં વધારે મુશ્કેલીઓ પડી શકે છે.