24મી ઓક્ટોબરે મેચ યોજાશે: ટૂર્નામેન્ટનું આયોજન યુનાઇટેડ અરબ અમીરાત અને ઓમાનમાં થશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ટી20 વિશ્વકપની તારીખોની જાહેરાત કરી દીધી છે અને સાથે ક્યા ગ્રુપમાં કઈ ટીમ હશે, તેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ટી20 વિશ્વકપનો સંપૂર્ણ કાર્યક્રમ હજુ સામે આવ્યો નથી, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ રાઉન્ડનો મુકાબલો હશે, તે નક્કી છે. ભારત અને પાકિસ્તાન સાથે ગ્રુપ-2 માં છે. ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સ આ મહામુકાબલાની રાહ જોઈ રહ્યાં છે. હવે તેની તારીખ પણ સામે આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે ટી20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર 24 ઓક્ટોબરે થવાની છે.

આ મામલા સાથે જોડાયેલા એક સૂત્રએ એએનઆઈને તેની પુષ્ટિ કરતા કહ્યું- હાં, આ મેચ 24 ઓક્ટોબરે રમાશે. પાછલા મહિને આઈસીસીએ મેન્સ ટી20 વિશ્વકપ 2021 માટે ગ્રુપની જાહેરાત કરી હતી. ટી20 વિશ્વકપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બરે વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટનું આયોજન યુનાઇટેડ અરબ અમીરાત અને ઓમાનમાં થશે.

ભારત અને પાકિસ્તાનને સુપર-12ના એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ બંને ટીમો ગ્રુપ-2માં છે. આ ગ્રુપમાં ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો પણ છે. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝને સુપર-12ના ગ્રૂપ-1માં સ્થાન આપવામાં આવ્યું છે. દરેક જૂથમાં 6-6 ટીમો હશે. ગ્રૂપની અન્ય ટીમોનો નિર્ણય વર્લ્ડ કપના ક્વોલિફાયર રાઉન્ડના પરિણામો દ્વારા નક્કી કરવામાં આવશે.

ઓવરઓલ T-20ની વાત કરીએ તો બારત અને પાકિસ્તાને 8 મેચ રમી છે. તેમાં ટીમ ઈન્ડિયાએ 7 અને પાકિસ્તાને 1 મેચ જીતી છે. 1 મેચ ભારતે ટાઈ પછી બોલ આઉટમાં જીતી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.