હ્યુમન મેટાપ્યુમોવાયરસ,ઈન્ફલ્યુએન્ઝા એ, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ -19 સહિતના ઘણા વાયરસ ચીનમાં એક સાથે ફેલાયા: ચીન ફુલ એલર્ટ મોડ પર જો કે, હજુ સુધી આ દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, ચીનના આરોગ્ય અધિકારીઓ કે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ પણ કોઈ પુષ્ટિ કરી નથી
કોવિડ-19 મહામારીના પાંચ વર્ષ પછી ચીનમાં નવા વાયરસ, “હ્યુમન મેટાપન્યૂમોનોવાયરસ”ના ઝડપી ફેલાવાના રિપોર્ટ છે. આ વાયરસના ચેપથી ફ્લૂ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ચેપના ઝડપી ફેલાવાના કારણે હોસ્પિટલોમાં લોકોની ભીડની સ્થિતિ સર્જાઈ છે. કોરોનાએ માત્ર ચીનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નરસંહાર સર્જ્યો છે. ચીનના વુહાન શહેરમાં કોરોનાનું રહસ્ય આજ સુધી એક રહસ્ય જ છે. કોરોના રોગચાળાને પાંચ વર્ષ થઈ ગયા છે. દરમિયાન, ચીનમાં તબાહીનું વધુ એક મોજું ઉછળતું જણાય છે. કોરોના બાદ ચીનમાં વધુ એક રહસ્યમય વાયરસ આવ્યો છે. હા, ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. જેના કારણે ચીનમાં ફરી કોરોના જેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. સ્મશાનભૂમિ પણ ભરાઈ ગઈ છે.ચીન વિશેનું આ સત્ય હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેલાઈ રહ્યું છે. ઘણા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ દાવો કરે છે કે આ નવો વાયરસ એચએમવીપી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીન પર નજર રાખનારા કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે હોસ્પિટલો અને સ્મશાનગૃહો હવે ભરાઈ ગયા છે. લોકો ઝડપથી આ વાયરસનો શિકાર
બની રહ્યા છે. ઓનલાઈન શેર કરવામાં આવેલા વીડિયોમાં હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. કેટલાક વપરાશકર્તાઓ કહે છે કેએચએમવીપી , ઈન્ફલ્યુએન્ઝા એ, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ -19 સહિતના ઘણા વાયરસ ચીનમાં એક સાથે ફેલાઈ રહ્યા છે. ચીન ફુલ એલર્ટ મોડ પર છે. જો કે, હજુ પણ આ વાયરસ વિશે વધુ યોગ્ય રીતે કહેવામાં આવી રહ્યું નથી. કોવિડ-19ના આગમનના પાંચ વર્ષ બાદ ચીનમાં વધુ એક રહસ્યમય એચએમવીપી વાયરસ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ચીનના ઘણા ભાગોમાં માનવ મેટાપ્યુમોવાયરસ નો પ્રકોપ વધી રહ્યો છે, જેના કારણે અધિકારીઓ ચિંતિત છે. અધિકારીઓએ લોકોને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવા કહ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે એચએમવીપી શું છે? અને ચીનમાં તેના વધતા કેસોને લઈને ચિંતા શું છે? સવાલ એ છે કે શું ચીન તેને કોરોનાની જેમ દબાવી રહ્યું છે.
એચએમવીપી વાયરસ શું છે?
વાસ્તવમાં, માનવ મેટાપ્યુમોવાયરસ એ આરએનએ વાયરસ છે. તે ન્યુમોવિરિડે પરિવારના મેટાપ્યુમોવાયરસ વર્ગનું છે. તે સૌ પ્રથમ 2001 માં ડચ સંશોધકો દ્વારા શોધાયું હતું. આ વાયરસ ત્યારે બહાર આવ્યો જ્યારે સંશોધકો શ્વસન ચેપથી પીડિત બાળકોના નમૂનાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. અભ્યાસો દર્શાવે છે કે આ વાયરસ ઓછામાં ઓછા છ દાયકાથી અસ્તિત્વમાં છે. તે સામાન્ય શ્વસન રોગકારક રોગ તરીકે સમગ્ર વિશ્વમાં ફેલાય છે. તે મુખ્યત્વે ખાંસી અને છીંક દ્વારા ઉત્પાદિત ટીપાઓ દ્વારા ફેલાય છે. ચેપગ્રસ્ત લોકોના નજીકના સંપર્ક અને દૂષિત વાતાવરણના સંપર્ક દ્વારા પણ ટ્રાન્સમિશન થઈ શકે છે. ચાઈનીઝ સીડીસી વેબસાઈટ અનુસાર, આ વાયરસનો ચેપનો સમયગાળો ત્રણથી પાંચ દિવસનો છે. પુનરાવર્તિત ચેપને રોકવા માટે એચએમવીપી દ્વારા પ્રેરિત રોગપ્રતિકારક પ્રતિક્રિયા ખૂબ નબળી છે. જો કે તે આખા વર્ષ દરમિયાન મળી શકે છે, તે શિયાળા અને વસંતમાં સૌથી સામાન્ય છે.