ધોળાવીરા, ખાવડા, રાપર, ભચાઉ અને દુધઈમાં ૧ થી લઈ ૨.૮ની તીવ્રતાના આંચકા અનુભવાયા
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભુકંપના આંચકા દિવસેને દિવસે વધી રહ્યા છે. ગઈકાલે પોરબંદરમાં બે જ કલાકમાં ૪ આંચકા અનુભવાયા હતા ત્યારે ગઈકાલે સવારે ૧૧ વાગ્યાથી આજે સવારે ૭:૩૦ વાગ્યા સુધીમાં કચ્છમાં ભુકંપના ૫ આંચકાનો અનુભવ થયો હતો જેમાં ધોળાવીરા, ખાવડા, રાપર અને દુધઈમાં ૧ થી લઈ ૨.૮ની તિવ્રતાના આંચકા અનુભવાયા હતા.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સવારે ૧૧:૩૧ વાગ્યે કચ્છના ધોળાવીરાથી ૩૨ કિલોમીટર દુર વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે ૨ રીકટલસ્કેલનો આંચકો ત્યારબાદ બપોરે ૧૨:૩૦ વાગ્યે કચ્છના ખાવડાથી ૪૬ કિલોમીટર દુર નોર્થ નોર્થ વેસ્ટ ખાતે ૨.૮ની તિવ્રતાનો આંચકો ત્યારબાદ ૨:૧૦ વાગ્યે કચ્છના રાપરથી ૩ કિલોમીટર દુર નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે ૧ રીકટલસ્કેલનો આંચકો ત્યારબાદ રાત્રે ૨:૫૦ વાગ્યે કચ્છના ભચાઉથી ૧૪ કિલોમીટર દુર નોર્થ નોર્થ વેસ્ટ ખાતે ૧.૭ની તિવ્રતાનો આંચકો અને આજે વહેલી સવારે ૭:૨૧ વાગ્યે કચ્છના દુધઈથી ૧૫ કિલોમીટર દુર ૧.૯ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો. વારંવાર આવતા ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે જોકે ભુકંપના આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.