હિંસાની ઘટનાઓ વર્ષે ૨.૮૦ લાખ કરોડની નુકશાની કરાવે છેવ્યક્તિ દીઠ હિંસાનો ખર્ચ ૪૬૯૦૦ને પાર ઈન્સ્ટિટયુટ ફોર ઈકોનોમીકસ એન્ડ પીસ દ્વારા જાહેર કરાયેલા આંકડા
ભારતમાં હિંસક ઘટનાઓના કારણે વર્ષ ૨૦૧૭માં રૂ.૮૦ લાખ કરોડ ધોવાઈ ગયા છે. આ રકમ હાલ બજારમાં ફરતી રકમ કરતા પાંચ ગણી વધુ હોવાનું જાણવા મળે છે.
તાજેતરમાં ઈન્સ્ટિટયુટ ફોર ઈકોનોમીકસ એન્ડ પીસ દ્વારા જાહેર કરાયેલા આંકડાનુસાર વ્યક્તિ દીઠ ૬૯૫ ડોલર એટલે કે અંદાજે રૂ.૪૬૯૦૦નો વ્યય થાય છે. આ રકમ માાદીઠ આવક કરતા પણ વધુ છે.
તાજેતરમાં જ નોટબંધી બાદ બજારમાં નોટબંધી પહેલા કરતા વધુ રકમ ફરતી હોવાના આંકડા પ્રસ્તુત થયા હતા. એવું નથી કે માત્ર ભારતમાં જ હિંસાના કારણે તાં ખર્ચમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૬-૧૭ બાદ સમગ્ર વિશ્ર્વમાં હિંસાના કારણે ર્અતંત્ર ઉપર થતી માઠી અસરમાં ૨.૧ ટકાનો વધારો જોવા મળ્યો છે.
હિંસાથી ર્અતંત્ર ઉપર સૌથી વધુ અસર અમેરિકાના ર્અતંત્રને થઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે, સર્વે કરાયેલા કુલ ૧૬૩ દેશોમાં ભારતનો ક્રમ ૧૩૬મો આવે છે જે વર્ષ ૨૦૧૬માં ૧૩૭મો હતો.