નેમીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મીડિયા હાઉસ દ્વારા લેઉઆ પટેલ ક્ધયા છાત્રાલય, મુરલીધર સ્કૂલ અને ઈનોવેટીવ સ્કૂલના છાત્રોને ડોઝ અપાયા
સ્વાઈનફલુની મહામારીથી શહેરમાં અનેક લોકોના મૃત્યુ નિપજતા ભયનો માહોલ ફેલાયો છે. સરકાર તેમજ સામાજીક સંસ્થાઓ સ્વાઈન ફલુથી લોકોને રક્ષણ આપવા વિવિધ પગલાઓ લઈ રહી છે.ત્યારે નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા ‘અબતક’ મીડિયા હાઉસના સૌજન્યથી ગોંડલ રોડ પર આવેલા લેઉઆ પટેલ ક્ધયા છાત્રાલયની ૧૫૦૦ વિદ્યાર્થીનીઓને સ્વાઈન ફલુ પ્રતિરોધક દવાનો ડોઝ અપાયો હતો.આ પ્રસંગે ઉપસ્થિત ઈફકો તેમજ રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોવીંદભાઈ રાણપરીયા અને લેઉઆ પટેલ ક્ધયા છાત્રાલયના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ પાંભરે પણ સ્વાઈન ફલુ સામે એક વર્ષ સુધી રક્ષણ આપતો ડોઝ લીધો હતો.આ ઉપરાંત મુરલીધર સ્કૂલનાં ૧૨૦૦ છાત્રો અને ઈનોવેટીવ સ્કુલના ૨૨૦૦ છાત્રોને સ્વાઈન ફલુ પ્રતિરોધક દવાનો ડોઝ અપાયો હતો.આમ કુલ શહેરના પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓએ જયેશભાઈ સોરઠીયા અને કમલેશભાઈ ટીંબડીયાના હસ્તે સ્વાઈનફલુ પ્રતિરોધક દવાનો ડોઝ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે સ્વાઈન ફલુથી લોકોને એક વર્ષ સુધી રક્ષણ આપતી હોમિયોપેથીક દવા ડો.ચૌલાબેન લશ્કરીએ વર્ષોના સંશોધન બાદ શોધી છે.જેનુ નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મીડિયા હાઉસના સૌજન્યથી વિતરણ થઈ રહ્યું છે. જેનો લાખો લોકો લાભ લઈ ચુકયા છે.