વિકિલીકસના સંસ્થાપક અસાન્જેની લંડન એકવાડોરના દુતાવાસમાંથી ધરપકડ: જુલીયન અસાન્જેએ ૨૦૧૦માં ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા હતા
છેલ્લા એક દશકાથી સંવેદનશીલ દસ્તાવેજો જાહેર કરવાની ઝુંબેશ સાથે વિકિલીકસ નામના નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશનના સંસ્થાપક જુલીયન અસાન્જે કેટલાક સમયથી વિવાદોમાં સપડાયા હતા. ૨૦૧૦માં તેણે અમેરિકન લશ્કરને લગતા ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા હતા. જેથી વિશ્ર્વભરમાં અમેરિકાની ટીકા થઈ હતી. ત્યારબાદ પણ તેણે અનેક દસ્તાવેજો અને ગુપ્ત માહિતી પબ્લિશ કરી હતી તેથી તેની એકવાડોરની નાગરિકતા પણ રદ્દ કરવામાં આવી હતી. ૨૦૧૨માં જાતિય શોષણના કેસમાં સ્વીડનના પ્રત્યાર્પણથી બચવા તેણે એમ્બેસીમાં શરણ લીધુ હતું. જો કે, ૨૦૦૭માં સ્વીડનમાં ચાલતા તમામ કેસ તેની ઉપરથી હટી ગયા હતા. હવે અસાન્જેની ધરપકડ કરવામાં આવી છે અને વિકિલીકસે સનસનીભર્યા ખુલાસાથી વિશ્ર્વ આખુ હચમચી ઉઠયું હતું.
વિકિલીકસ વિશે જાણવા જેવી પાંચ વાતો:-
lમુળ ઓસ્ટ્રેલીયાના જુલીયન અસાન્જેએ ૨૦૦૬માં વિકિલીકસની સ્થાપના કરી હતી તે ગુપ્ત અને સનસનીભરી માહિતી પ્રસારીત કરવા માટે અને તેના સ્ત્રોતોની રક્ષા કરવા માટે ઈન્ક્રીપ્શન અને સેન્સરશીપ વિનાની વેબસાઈટનો ઉપયોગ કરતા હતા. પહેલી વખત ૨૦૦૭માં ગ્વાગ્તાનામોમાં બે અમેરિકી જેલ પ્રબંધીઓ માટે મેન્યુલ સુચી જાહેર કરતા તેણે વિશ્ર્વભરનું ધ્યાન ખેંચ્યું હતું. ૨૦૧૦માં વિકિલિકસ ધ ન્યુયોર્ક ટાઈમ્સ, ધ ગાર્જીયન, ડેર સ્પીગેલ જેવા લાખો વર્ગીકૃત કેબલો દ્વારા પ્રસારીત થવા લાગ્યું. વિકિલીકસે સરકાર, રાજ નેતા, સંસ્થાઓ અથવા સંગઠનોના ૧૦ મીલીયનથી પણ વધુ ખૂબજ રેર અને મહત્વના દસ્તાવેજો લીક કરી પ્રકાશીત કર્યા હતા.
વિકિલીકસે અમેરિકા, યુરોપ, ચીન, આફ્રિકા અને મધ્યપૂર્વના સરકારી રહસ્યોને ઉજાગર કરવા માટે તમામ પ્રયત્નો કર્યા. સમય થતા તેણે અમેરિકામાં પોતાનું વર્ચસ્વ અને ધાક બનાવી. ૨૦૧૬માં વિકિલીકસે અમેરિકી ડેમોક્રેટીક પાર્ટીના અધિકારીઓને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લેફટ વિંગર બર્નીસ એડર્સની ઉપર હિલેરી કલીન્ટનનો પક્ષ લેતા ઈ-મેઈલ સામે લાવતા વિશ્ર્વભરમાં મહાસત્તા ગણાતા અમેરિકામાં તોફાન મચી ગયું હતું. જેથી ઉચ્ચસ્તરીય હોદ્દેદારોએ પણ રાજીનામુ આપવું પડયું હતું.
વિકિલીકસ દ્વારા કરાયેલા સંશોધનો અને ખુલાસાઓથી ખુબજ વિવાદ થયો હતો. એકવાડોરની તેની નાગરિકતા ઉપર પ્રતિબંધ લાગતા તેને ૨૦૧૨માં દુતાવાસમાં રાખવામાં આવ્યો હતો તે સમયે તેની ઉપર બળાત્કારનો પણ આરોપ હતો. સ્વીડીસ અધિકારીઓએ ૨૦૧૭માં તપાસ મુકી દીધી હતી. પરંતુ અસાન્જે ત્યારબાદ પણ દુતાવાસમાં રહેતા હતા. કારણ કે તેને ડર હતો કે અમેરિકા તેને નહીં છોડે. પોતે જાહેર કરેલા ગુપ્ત દસ્તાવેજો અને રહસ્યમય માહિતી માટે તેણે પ્રત્યાપર્ણ કરવું જ પડશે.
૨૦૧૦માં અમેરિકી કેબલ ચેનલોમાં મોટા પ્રમાણોમાં એકસકલુઝીવ માહિતીથી વિશ્ર્વભરમાં ચકચાર મચાવેલા અસાન્જેને માલુમ પડયું કે તેની આ બધી પ્રતિક્રિયા તેને ખૂબજ મોંઘી પડશે. જો કે કેટલાક લોકો તો સામેથી વિકિલીકસને અંદરો અંદર ચાલી રહેલા કાંડ-કૌભાંડોની ગુપ્ત માહિતી આપતા હતા. અમેરિકાની સૈનિક ચેલ્સી મેનીંગે વિકિલીકસને ૭ લાખ દસ્તાવેજો આપ્યા હતા. જો કે આ વાત સ્વીકારવાની તેણે ઘસીને ના પાડી દીધી હતી. ત્યારબાદ તેણે ૨૦૧૩માં ૩૫ વર્ષની જેલની સજા આપવામાં આવી હતી પરંતુ અંદરો અંદર ગોઠવણીના કારણે ૨૦૧૭માં તેને મુકત કરવામાં આવ્યો. ૨૦૧૯માં વિકિલીકસને નિશાનો બનાવતા મોટી તપાસ હાથ ધરવામાં આવી. એ સમયે ચેલ્સી મેનીંગે સ્ટેટમેન્ટ આપવાની મનાઈ કરી દેતા તેને ફરીથી જેલમાં ધકેલવામાં આવ્યો.
વિકિલીકસ એક રહસ્યમય કિતાબ કરતા પણ વધુ ચકચાર મચાવનાર વેબસાઈટ અને અસાન્જે પણ એટલુ જ રહસ્યમય વ્યક્તિત્વ ધરાવતો હતો. વિકિલીકસ ઉપરથી મુળ બે ફિલ્મો પણ બની છે. ધ ફીફથ એસ્ટેટ ફિલ્મ ૨૦૧૩માં બની હતી અને ત્યારબાદ ધ રીસ્ક ફિલ્મ ૨૦૧૬માં પ્રકાશિત કરવામાં આવી હતી. અસાન્જેને ૨૦૧૨માં ધ સીમ્પસન્સના એપીસોડમાં ગેસ્ટ રોલમાં પોતે અભિનય કર્યો હતો અને એકવાડોરના દુતાવાસમાં મોબાઈલ ફોન પર રેકોર્ડ કરી ડેટા મોકલ્યા હતા.