પીઓકે નજીક માછીલ સેકટરમાં ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતા સુરક્ષા દળો
સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના માછીલ સેકટરમાં ફરીથી ત્રાસવાદી ઘુસણખોરીનું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. સુરક્ષા દળોએ પીઓકે નજીક પાંચ આતંકીઓને ઠાર કર્યા છે. અમરનાથ યાત્રીકો પરના હુમલાના શકમંદો પકડાયા બાદ સલામતિ દળોએ માછીલ સેકટરમાં ઘુસવાખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓને ઠાર કરી પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
ઠાર કરાયેલા પાંચેય આતંકીઓ પાસેથી સુરક્ષા દળોને જંગી માત્રામા શસ્ત્રો મળી આવ્યા છે. માછીલ સેકટરમા આ ઘટના બાદ હજુ સર્ચ ઓપરેશન સહીતના કાર્યવાહી ચાલુ છે.
ગત તા.૨૩ જુલાઇના રોજ આ જ વિસ્તારમાં સુરક્ષા દળોએ ત્રાસવાદીઓની ઘુસવાખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. ચાલુ વર્ષે એલ.ઓ.સીમાથી ઘુસવાખોરીના રર પ્રયાસો નિષ્ફળ બનાવાયા છે. જેમાં ૩૮ આતંકીઓને ઠાર કરવામાં સુરક્ષા દળોને સફળતા મળી છે.
આતંકવાદી સંગઠને પાકિસ્તાનમાં રાજકીય પાર્ટી સ્થાપી
આતંકી સંગઠન જમાન ઉદ દાવાએ પાકિસ્તાનમાં મીલ્લી મુસ્લિમ લીગ નામનો રાજકીય પક્ષ સ્થાપ્યો છે. આ પક્ષના પ્રમુખ સૈફુદીન ખુલીદે પાકિસ્તાનને સાચો ઇસ્લામિક દેશ બનાવવાના ઉદેશ્ય સાથે પક્ષ સ્થાપ્યો હોવાનો દાવો કર્યો છે. જમાત ઉલ દાવા લશ્કરએ તૌયબા માટે ભંડોળ એકઠુ કરવાનું કામ કરે છે. આ સંગઠન ૨૦૦૮ મુંબઇ આતંકી હુમલા માટે જવાબદાર છે.પાકિસ્તાનને સાચો ઇસ્લામિક દેશ બનાવવા પક્ષની સ્થાપના કરી હોવાનો જમાત ઉલ દાવાનો દાવો