ઝડપાયેલા આતંકીઓ ઈસ્લામિક ખાલિસ્તાની સંગઠન સાથે જોડાયેલા હોવાની શંકાએ તપાસ
દિલ્હી પોલીસની સ્પેશિયલ ટુકડીના જવાનોએ દિલ્હીમાંથી પાંચ ખુંખાર આતંકવાદીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આતંકીઓ ઈસ્લામીક અને ખાલીસ્તાની સંગઠનોસ ાથે જોડાયેલા હોવાની શંકાએ તપાસ એજન્સીઓ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક તરફ દિલ્હીમાં મોટા પાયે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, હજ્જારો ખેડૂતો એકઠા થયા છે, આવતીકાલે ભારત બંધનું એલાન પણ છે. વિકટ પરિસ્થિતિમાં આતંકવાદી હુમલો થઈ શકે તેવી સંસ્થાએ સુરક્ષા બંદોબસ્ત મજબૂત થયો છે. જેથી દિલ્હી પોલીસની સ્પેશિયલ ટુકડીને પાંચ આતંકીઓ પકડવામાં સફળતા મળી છે.
પકડાયેલા પાંચ આતંકવાદીઓ પૈકી ૨ આતંકીઓ પંજાબના છે જ્યારે અન્ય ૩ આતંકીઓ કાશ્મીરના હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હીની પોલીસે પકડેલા પાંચેય ખુંખાર આતંકીઓ પાસેથી ઘાતક હથિયાર મળી આવ્યા છે. આ ઉપરાંત અન્ય દસ્તાવેજો પણ પોલીસે આતંકીઓ પાસેથી કબજે કર્યા છે. પાંચેય આતંકવાદીઓ પકડાયા બાદ અન્ય આતંકવાદીઓ પણ છુપાયા હોવાની બાતમીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના કાર્યાલયમાં આતંકવાદીઓની પુછપરછ ચાલી રહી છે.
વધુ વિગતો મુજબ દિલ્હીના શકરપુર વિસ્તારમાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ બાદ પાંચ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકવાદીઓમાંથી ત્રણ આતંકવાદીઓ કાશ્મીરના છે. જ્યારે અન્ય બે આતંકવાદીઓ પંજાબના હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં એ વાત પણ જાણવા મળી છે કે, આતંકીઓને પકડવા માટે દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ કાર્યરત હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ઠેર-ઠેર દરોડા પાડવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં શકરપુર વિસ્તારમાં ગયેલી પોલીસ ટુકડી સાથે આતંકવાદીઓને મુંઠભેડ થઈ હતી. આ ફાયરીંગ બાદ પોલીસના જવાનોએ પાંચ આતંકવાદીઓને જીવતા પકડી પાડયા છે અને વિસ્તારમાં હજુ કેટલાક આતંકવાદીઓ હાવાની શંકાએ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આતંકી પાસે ઘાતક હથિયાર હતા. આ ઉપરાંત કેટલાંક મહત્વના દસ્તાવેજ પણ પોલીસને મળી આવ્યા હતા. આ દસ્તાવેજ પરથી આતંકીના મનસુબા શું હતા તે જાણવાનો પ્રયાસ સુરક્ષા સંસ્થાઓ કરી રહી છે. આ મામલો ગંભીર બાબત છે. અત્યારે સમગ્ર દેશનું ધ્યાન દિલ્હીના ખેડૂત આંદોલન પર છે ત્યારે ખાલીસ્તાની અને ઈસ્લામીક આતંકી સંગઠન સાથે જોડાયેલા આતંકવાદીઓ પકડાયા હોવાની ઘટના સામે આવતા તમામ સંસ્થાઓ સતર્ક થઈ ગઈ છે.