ઈસરોની સૌથી હેવીએસ્ટ સેટેલાઈટ જીસેટ-૧૧ના સફળ લોન્ચીંગથી ઈન્ટરનેટ કનેક્ટિવિટીને બુસ્ટર ડોઝ મળશે

ડચકા ખાતી ઈન્ટરનેટ સ્પીડને બુસ્ટર ડોઝ આપવા માટે ઈસરોએ વધુ એક સેટેલાઈટ જીસેટ-૧૧ કે જે સૌથી વધુ વજનદાર ઉપગ્રહ માનવામાં આવે છે. તેનું સફળ લોન્ચીંગ કરતા ભારતમાં ઈન્ટરનેટ સ્પીડમાં વધુ એમ.બી.પી.એસ. મળી રહેશે.

સૌથી હાઈ બેન્ડવીથ કનેકશનથી પ્રતિ સેક્ધડ ડેટા ટ્રાન્સફર માટે ૧૪ ગીગા બાઈટ એટલે કે ૧૪ હજાર એમ.બી.પી.એસ.ની સ્પીડ ભારતને મળી રહેશે. સેટેલાઈટનું નિર્માણ ખાસ રીતે કરાતા ૧૫ વર્ષથી પણ વધુ આયુષ્ય જીસેટ-૧૧ ધરાવે છે.

૫૮૫૪ કિલોગ્રામની ભારેખમ સેટેલાઈટ ફ્રેન્ચ ગુઆના ખાતેથી આજરોજ લોન્ચ કરવામાં આવી છે.

કોમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-૧૧ સાથે એરીયન સ્પેશના પાંચ રોકેટો અને સાઉથ કોરીયાની જીયો કોમ્પેકટ-૨ (એ)નું પણ સફળ લોન્ચીંગ કરવામાં આવ્યું છે. લોન્ચીંગની ૯ મીનીટમાં જ જીસેટ-૧૧ને રોકેટમાંથી અલગ કરતા તેને જીઓ ટ્રાન્સફર ઓર્બીટમાં મોકલવામાં આવી હતી અને કોરીયન સેટેલાઈટ ૩૩ મિનિટ બાદ લોન્ચ થઈ હતી. ભારતીય સેટેલાઈટ અને એરીયન સ્પેસ વચ્ચે ત્રણ મિનિટનો તફાવત રાખવામાં આવ્યો હતો.

જીસેટ-૧૧ હાઈ થ્રુ આઉટ સેટેલાઈટની ૩જી શ્રેણી છે જે ભારતભરમાં બ્રોડબેન્ડ કનેકટીવીટીમાં પ્રતિ સેક્ધડ ૧૦૦ ગીગાબાઈટની સ્પીડ આપવા માટે કાર્યરત રહેશે જે ગ્રામ્ય વિસ્તારો અને ભારતની ડિજીટલ ઈન્ડિયા પ્રોગ્રામની કડીને જોડવામાં મદદ‚પ બનશે.

છ દિવસ પહેલા જ ભારતે હાઈસીસનું સફળ લોન્ચીંગ કર્યું હતું. ત્યારબાદ જીસેટ-૧૧ના લોન્ચીંગથી ઈસરોને મોટી સફળતા મળી છે.

જીસેટ-૧૧ હાઈ બેન્ડ વીથ કનેકટીવીટી પ્રદાન કરવા માટે કુ બેન્ડ અને કા બેન્ડમાં ૪૦ ટ્રાન્સપોન્ડરની ક્ષમતા ધરાવે છે. જીસેટ-૧૧નું સફળ લોન્ચીંગ થઈ ચૂકયું છે ત્યારે ઈસરોના ચેરમેન કે.સીવન જણાવ્યું હતું કે, આવતા વર્ષમાં જીસેટ-૨૦નું પણ લોન્ચીંગ કરવામાં આવશે.

જીસેટની આ તમામ શ્રેણીઓ મળીને ભારતની ઈન્ટરનેટ સ્પીડમાં વધારો કરશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં નેટ કનેકટીવીટીમાં જે કોઈ વિક્ષેપો છે તેને દૂર કરવામાં તેમજ ભારતમાં ડિજીટલ ક્રાંતિ લાવવામાં જીસેટ સીરીઝ મહત્વની ભૂમિકા ભજવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.