- રૈયા રોડ પર વાગ્દત્તાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું: યુનિવર્સિટી રોડ પર કેમિકલના વેપારી આર્થિક ભીંસથી કંટાળી કર્યો આપઘાત
- હસનવાડીમાં યુવાને ગળાફાંસો ખાઇ યુવાને કર્યો આપઘાત: ગાંધીગ્રામમાં વૃદ્ધે વખ ઘોળ્યું: પરાબજાર યુવાને દુકાનમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
શહેરમાં જુદા જુદા પાંચ સ્થળોએ આપઘાતના બનાવ સામે આવ્યા છે જેમાં યુવતી સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં રૈયા રોડ પર વાગ્દત્તાએ ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું જ્યારે યુનિવર્સિટી રોડ પર કેમિકલના વેપારી આર્થિક કંટાળી આપઘાત કર્યો હતો ત્યારે હસન વાડીમાં ગળાફાં યુવાને ટુકાવતા પરિવારમાં શોખની લાગણી છવાઈ છે ગાંધીગ્રામમાં વૃદ્ધિ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું તો પરા બજારમાં કેમિકલ ના વેપારીએ ઝેરી દવા આપીને આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરિયલ પાસે રહેલી અને કોલેજમાં અભ્યાસ કરતી વાગ્દત્તા વશિંતા મહેન્દ્ર પરમાર નામની 20 વર્ષની યુવતીએ પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
તો બીજા બનાવમાં યુનિવર્સિટી રોડ પર બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને મેટોડામા કેમિકલ કારખાનું ધરાવતા ચંદ્રસિંહ અભેસિંહ સોલંકી નામના 48 વર્ષના આધેડે પોતાના ઘરે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ચંદ્રસિંહ સોલંકી કેમિકલનો ધંધો કરતા હોવાનુ અને આર્થિક ભીંસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું જાણવા મળ્યું છે.
ત્રીજા બનાવમાં હસન વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા કેતનભાઈ મેરામભાઈ કંડોલીયા નામના 38 વર્ષના યુવાને હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ છવાયો છે. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફે મૃતદેહ પીએમ અર્થે ખસેડી મૃતક પાસેથી મળેલી ડાયરીના આધારે આગળની તપાસ હાથઘરી છે.જ્યારે અન્ય બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં જીવંતીકા નગરમાં રહેતા અને સ્કુલવેન ચલાવતા દિલીપભાઈ ગોવિંદભાઈ મૂલિતાણા નામના 65 વર્ષના વૃદ્ધે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક દિલીપભાઈને દારૂ પીવાની ટેવ હોય જે બાબતે પુત્ર અને પરિવારજનોએ સમજાવતા લાગી આવતા વખ ઘોળ્યું હોવાનુ જાણવા મળ્યુ છે.
જ્યારે પાચમાં બનાવમાં રામનાથપરા શેરી -5માં રહેતા મોહમદભાઈ અલ્તાફ જંગા નામના 32 વર્ષના યુવાને પરાબજારમાં આવેલી નેશનલ શિરપની દુકાનમાં કીડી મારવાનો પાવડર પી જતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ દમ તોડતા પરિવારમાં માતમ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા માટે તજવીજ હાથધરી છે.