બી.એચ. ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીનો ઇમાકયુલેટ ૨૦૨૦ ઇવેન્ટ

બી.એચ. ગાર્ડી કોલેજ ઓફ એન્જીનીયરીંગ એનડ ટેકનોલોજી ખાતા તાજેતરમાં ઇમાકયુલેટ-૨૦૨૦ ઇવેન્ટનું આયોજન થયું હતું. જેમાં  ૩૦૦૦ જેટલા છાત્રોએ ઇનોવેટીવ  આઇડીયાએ રજુ કર્યા હતા. ઇવેન્ટને ખરા અર્થમાં સાર્થક કરવા છાત્રોએ ગ્રાઉન્ડ લેવલ ઉપર જઇ ઝીણવટપૂર્વકનું એનાલીસીસ કર્યુ હતું.

ગાર્ડી કોલેજના કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના પ્રોફેસર મોનીકા શાહએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓની ટેકનીકલ ઇવેન્ટ ઇમેકયુલેટ ૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંજના સમય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મીમીક્રી, ડાન્સ જેવા મનોરંજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

vlcsnap 2020 02 20 10h11m49s37

આ ઉપરાંત ટુંકા સમયમાં સારુ અને ઝડપી તૈયારીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત દિલ્હીથી પ્રોગેસીવ બ્રધર્સને  ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જીનીયરીંગ ટેકનોલોજીમાં સીવીલ એન્જીનીયરીંગ ના વિદ્યાર્થી જીજ્ઞેશ પોપટે જણાવ્યું હતું કે અમે બે ટેકનીકલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે. જેમાં એક સામ્રાજય નિર્મિત અને બીજી જી અભિષેક છે.

સામ્રાજય નિર્મિતમાં તેઓએ સ્માર્ટ વિલેજ નામની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીને સ્માર્ટ વિલેજનું ડ્રોઇંગ કરીને એ વિશેનું નોલેજ મળે તેવી ગોઠવણ કરવામાં આવી છે. જેમાં અલગ અલગ કલુ દ્વારા વિદ્યાર્થીઓ પાસે ડ્રોઇંગ કરાવવામાં આવ્યું જેથી કરીને ભવિષ્યમાં ગર્વમેન્ટ કંપનીમાં જોબ મેળવવામાં સરળતા રહે ટાઉન પ્લાનીંગ કેમ કરવું તે વિશે સમજાવવામાં આવ્યું હતું અને બીજી ઇવેન્ટ જે છે જી અભિષેક કે જેમાં એક નાનકડા ગામમાં પાણી સપ્લાય માટે એન્જીનીયરીંગમાં કઇ ટેકનીકનો ઉપયોગ વધારે મદદરુપ બની શકે તે વિશે સમજણ આપી હતી.

કંપ્યુટર ડિપાર્ટમેન્ટ ના નંદીની ચપલાએ જણાવ્યું કે કલચરલ અને ટેકનીકલ અને નેનટેક માં ભાગ લીધો હતો. અને કલચરલ નાઇટ માટે પણ તેઓ ખુબ જ ઉત્સાહીત હતા તેવું જણાવ્યું અને કલાસિકલ ગણેશ સ્તુતિ પર તેઓએ પરફોમેન્ટ આપ્યું હતું. જેને બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો. અને વધુમાં કહ્યું હતું કે તેઓ કલાસિકલ ડાન્સર ન હોવા છતાં થોડા જ દિવસોમાં ખુબ જ તૈયારી સાથે પરફોમેન્ટ આપ્યું હતું. જેમાં નિરાલી દવેની કોરિયોગ્રાફી હેઠળ ખુબ જ સારો એવો એક કલાસીકલ ટચ સાથે ગણેશ સ્તુતિનો પ્રોગ્રામ તૈયાર કરી શકયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.