એસ.સી. એસ.ટી અને ઓબીસી લોકોના હિતનું રક્ષણ કરવા આઇઆઇટીના પ૦ વિઘાર્થીઓનો બહુજન આઝાદ પાર્ટીનો મોરચો: મંજુરી મેળવવા ચૂંટણી પંચને અરજી
દેશની જુદી જુદી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી આઇઆઇટીના પ૦ વિઘાર્થીઓએ રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું છે. અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના હિતો અને હકકોનું રક્ષણ કરવા માટે અભ્યાસની સાથે ફુલ ટાઇમ નોકરી પણ આ યુવાનોએ ત્યજી રાજકીય ક્ષેત્રે નવો મોરચો ઉભો કરવા તરફ પ્રયાણ કર્યા છે. આઇઆઇટીના આ પ૦ વિઘાર્થીઓના સમુહે સોશ્યલ મીડીયા પર ઝુંબેશ પણ શરુ કરી દીધી છે અને પોતાની પાર્ટી બહુજન આઝાદ પાર્ટીને મંજુરી અપાવવા ચુંટણી પંચ સમક્ષ અરજી પણ કરી દીધી છે.
પ૦ વિઘાર્થીઓનું નેતૃત્વ કરનાર પાર્ટીના લીડર નવીન કુમાર કે જેણે વર્ષ ૨૦૧૫માં આઇઆઇટી દિલ્હી માંથી ગ્રેજયુએટ પુર્ણ કયુૃ હતું. નવીન કુમારે જણાવ્યું છે કે તેઓની પાર્ટીનું નામ બહુજન આઝાદ પાર્ટી છે. અને અમે ચુંટણીપંચ પાસેથી મંજુરીની રાહ જોઇ રહ્યા છીએ. નવીન કુમારે જણાવ્યું કે, એસ.સી, એસ.ટી. અને ઓબીસી સમાજનું શોષણ અટકાવવા બહુજન આઝાદ પાર્ટીની રચના કરી છે અને અમે લોકોએ ગ્રાઉન્ડ વર્ક શરુ પણ કરી દીધું છે. જો કે, અમે આગામી ૨૦૧૯ની લોકસભા ચુંટણી લડીશું નહિ તેમ પણ નવીનકુમારે જણાવ્યું હતું.
વર્ષ ૨૦૨૨માં આવનારી બિહાર વિધાનસભાની ચુંટણી લડયા બાદ આગામી લોકસભાની ચુંટણી લડીશુ તેમ નવીનકુમારે જણાવ્યું જણાવી દઇએ કે, તેમને પાર્ટીના બેનરમાં ડો. બાબાસાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, એ.પી.જે. અબ્દુલ કલામ સહીતના દિગ્ગજોનો સમાવેશ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com