વોર્ડ નં.૬માં ભાજપ તરફી શીલાબેન માંડલીયા બિનહરીફ

બગસરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પાંચ વોર્ડ માટેની કુલ છ સદસ્યની સીટ માટે એક સીટ પહેલા વોર્ડ નં.૬માં ભાજપ તરફી શીલાબેન મહેશભાઈ માંડલીયા બીનહરીફ થયેલ, જ્યારે પાંચ સદસ્યની ચૂંટણીમાં ગઈકાલે મત ગણતરી થયેલ જેમાં ચાર સીટ ભાજપે સર કરી અને એક સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. જેમાં વોર્ડ નં. ૨ (બે) હંસાબેન રમણીકભાઈ માલવીયા (૯૩૬) મત વોર્ડ નં.૩માં આશાબેન રાજેશભાઈ દેસાણી ૧૨૯૮ મતે વિજય, વોર્ડ નં.૩ બીજા સદસ્ય વિલાસબેન ચતુરભાઈ ધાડીયા (૧૩૨૪) મતે વિજય, વોર્ડ નં.૪ના જયસુખભાઈ છગનભાઈ મેર (૯૦૯) મતે, કોંગ્રેસમાંથી  વોર્ડ નં.૭માં શિલ્પાબેન વૃજલાલ સોનગરા ૧૦૧૯ મતે વિજય થતા ભાજપની બહુમતી આવી છે હાલ જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, એ.વી.રીબડીયા, રશ્મીનભાઈ ડોડીઆ, નિતેષ ડોડીયા, રીતેષ સોની, રાજુભાઈ ગીડા, કાન્તીભાઈ શતાસીયા સહિતના ભાજપ અગ્રણીઓએ પાંચેય સદસ્ય સ્વાગત કરી અભિનંદન આપ્યા હતા. તો બીજી તરફ વોર્ડ નં.૪માં ચૂંટાયેલ જયસુખભાઈ મેરને કોંગ્રેસી આગેવાન અનકભાઈ વાળા, ઈકબાલભાઈ  અગવાન, ચિરાગ પરમાર, જમાલ સરવૈયા સહિતના આગેવાનો હાર પહેરાવી સ્વાગત કરી અભિનંદન આપ્યા હતા. ચૂંટણી અધિકારી ઓઝા, મામલતદાર તલાટ, નાયબ મામલતદાર ઉપાધ્યાયે ચૂંટણીની સમગ્ર કામગીરી પૂર્ણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.