ઢેબર રોડ પર દિવાળી ચેમ્બરમાં ૧ દુકાન, રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે શિવાલીક કોમ્પલેક્ષમાં બિલ્ડરની દુકાન, મારૂતીપાર્ક અને ક્રિષ્ના પાર્ક મેઈન રોડ પર બે મિલકતોને અલીગઢી તાળા
ચાલુ સાલના બજેટમાં આપવામાં આવેલા રૂ.૨૫૫ કરોડના ટાર્ગેટને હાંસલ કરવા માટે ટેકસ બ્રાન્ચે છેલ્લા બે માસી હાર્ડ રીકવરીનો દોર શરૂ કર્યો છે. આજે શહેરના અલગ અલગ વિસ્તારમાં હા ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી દરમિયાન દેના બેંકના એટીએમ સહિત પાંચ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી.
વેસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રૈયા ચોક નજીક રવિરાજ એપાર્ટમેન્ટમાં રૂ.૧.૩૨ લાખનો બાકી વેરો વસુલવા માટે પ્રવિણભાઈ જાડેજા તા અન્યની માલીકીની શોપ નં.૧૨માં દેના બેંકના એટીએમની સીલ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે શિવાલીક કોમ્પ્લેક્ષમાં રૂ.૫૦૦૮૯ બાકી વેરો વસુલવા બિલ્ડરની માલીકીની દુકાન નં.૩, કાલાવડ રોડ પર મારૂતી પાર્કમાં રૂ.૫૯૫૯૧ વેરો વસુલવા ખોડીયાર ઈલેકટ્રીક તા ક્રિષ્નાપાર્ક મેઈન રોડ પર ત્રિવેણી સંગમ પાસે રૂ.૫૨૫૩૯ વેરો વસુલવા માટે વલ્લભભાઈ પટેલ નામના આસામીની મિલકત સીલ કરાઈ હતી. જયારે પર્ણકુટીર સોસાયટી મેઈન રોડ પર રૂ.૭૬૨૦૫ બાકી વેરો વસુલવા માટે વરદાન-૧માં પ્રમ માળે દુકાન નં.૧૦૪માં સીલીંગની કાર્યવાહી હા ધરાતા આશીષભાઈ કંટારીયા નામના વ્યક્તિએ વેરા પેટે ચેક આપી દીધો હતો.
સેન્ટ્રલ ઝોન કચેરીની ટેકસ બ્રાન્ચ દ્વારા આજે વોર્ડ નં.૨,૩,૭,૧૩,૧૪ અને ૧૭માં ટેકસ રિકવરીની કામગીરી હા ધરી હતી જેમાં રૂ. ૯.૨૪ લાખની રીકવરી વા પામી હતી. વોર્ડ નં.૭માં ઢેબર રોડ પર આવેલી દિવાળી ચેમ્બરમાં દુકાન નં.૯ પાસેી બાકી વેરો વસુલવા દુકાનને સીલ મારી દેવામાં આવ્યું હતું. ઈસ્ટ ઝોન કચેરીની ટેકસ બ્રાન્ચ દ્વારા મારૂતી ઈન્ડસ્ટ્રીયલ એરીયા, પટેલનગર, મયુરનગર સહિતના વિસ્તારોમાં ૧૪ મિલકતોમાં સીલીંગની કામગીરી હા ધરાતા રૂ. ૬.૫૦ લાખની વસુલાત વા પામી છે.
બપોર સુધીમાં ૧૮ લાખથી પણ વધુની રિકવરી: બાકીદારો પર વધુ ધોંસ જરૂરી