સાયલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળસાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ. અર્જુનસિંહ એ.જાડેજા નાઓની બાતમી આધારે સાયલા પોલીસ સ્ટેશનનાએ.એસ.આઇ. મહેન્દ્રસિંહ ઝાલા તથા રવિરાજ સિંહ ઝાલા તથા અશ્વિનભાઈ ગઢવી  વિગેરે સહીતની ટીમ દ્રારા  સાયલા તાલુકાના સાપર ગામની સીમમાં રમેશભાઈ દેવરાજભાઈ કુકડીયા રહે.ઢેઢૂકી વાળા ની વાડી પાસે ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે રેઈડ કરતા જુગાર રમતા આરોપીઓ-  (૧) રવજીભાઈ ભલાભાઇ ધાવડી જાતે  ત.કોળી ઊ.વ.૬૯ ધંધો ખેતી રહે ચોટીલા વાસુકી પરા(૨) બાબભાઈ લઘરાભાઈ ખાચર જાતે કાઠીદરબાર ઉ.વ.૪૫ ધંધો મજૂરી રહે ઢેઢૂકી તા.સાયલા(૩) દુદાભાઈ પોપટભાઈ પનારા જાતે ચુ.કોળી ઉ.વ. ૪૦ધંધો ખેતી રહે હડાળા તા-સાયલા (૪) ભુપતભાઈ સુરેશભાઈ વેગડ જાતે કાઠીદરબાર ઉ.વ.૪૦ ધંધો ખેતી રહે  ઢેઢૂકી તા સાયલા(૫) કમલેશભાઈ ભીખુભાઈ મેણીયા જાતે ત.કોળી ધંધો ખેતી રહે. કુંભારા મોટી વાડી તા ચોટીલા વાળાઓને  *રોકડ રકમ રૂ,૧૩૪૮૦/- તથા મોબાઇલ નંગ-૪ જેની કિ,રૂ,૨૫૦૦/- મળી કુલ રૂપીયા ૧૫૯૮૦/- ના મુદામાલ સાથે પકડી* પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનના પો.કો. રવિરાજસિંહ ગીરીરાજસિંહ રાણાએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.