રોકડ અને મોબાઈલ મળી રૂા.૨૦૪૦૦નો મુદ્દામાલ કબ્જે
માંડવી બસ સ્ટેશન સામે આવેલ રૂકમાવતી નદીમાં ખુલ્લી જગ્યાએ પત્તાનો જુગાર રમતા હોઈ રેડ કરતાં ૫ આરોપીની રોકડા રૂપિયા ૧૩,૪૦૦ અને ૪ મોબાઇલ ફોનની કિંમત ૭,૦૦૦ મળી કિંમત ૨૦,૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.
પોલીસે પકડેલા આરોપમાં રજબઅલી સોકતઅલી આગરિયા, હશન ફકીરમામદ સુમરા, લક્ષ્મણ રામજીભાઇ પટ્ટણી, ઇસ્માઇલ આદમ સુમરા, સમીર નુરમામદ સુમરાનો સમાવેશ થાય છે.
તમામ આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ માંડવી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પીઆઇ બી.એમ.ચૌધરી,એ.એસ.આઇ દિનેશભાઇ મનુભાઇ ભટ્ટી,હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઇ કરશનભાઇ ગઢવી, વાલાભાઇ દાનાભાઇ ગોયેલ,ચેતનભાઈ લાલજીભાઈ રબારી, દિલીપસિંહ ભરતસિંહ સિંધવ,દિનેશ પરથીજી જોડાયા હતાં.