અયોધ્યા ન્યુઝ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પ્રભુ રામનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીએ બપોરે 12:15થી બપોરે 12:45 દરમિયાન યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં માત્ર પાંચ લોકો જ હાજર રહેશે, જેમાં દેશના વડાપ્રધાન મુખ્ય યજમાન હશે. સંઘના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ હાજર રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મંદિરના દરવાજા બંધ રહેશે. ભગવાનની આંખની પટ્ટી ખૂલી જશે. ભગવાનને અરીસો બતાવવામાં આવશે. ત્યારબાદ ભગવાન રામનો અભિષેક પૂર્ણ થશે. આ પછી આરતી થશે અને પૂજા સંપન્ન થશે.
વડાપ્રધાન મોદી બેઠેલા રામલલાની આંખની પટ્ટી ખોલશે
રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું કહેવું છે કે, 22 જાન્યુઆરીએ ભગવાન રામ તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થશે. રામલલા તેમના સિંહાસન પર બેસે તે પહેલાં તેમની આંખો પર પટ્ટી