ગોઝારા અકસ્માતમાં બે વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ પરંતુ નોધારૂ બનતા કરૂણાંતિકા સર્જાઇ
બીજી કારની એરબેગ ખુલી જતા તેમાં બેઠેલા લોકોનો જીવ બચી ગયો : બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં માતાપિતા અને બે દીકરીઓ સહિત પાંચ લોકોનો સમાવેશ થાય છે. જ્યારે કારમાં એક બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગના ફુરચેફુરચા નીકળી ગયા હતા. હાંસોટ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના હાંસોટ નજીક અલવા ગામ પાસે બે કાર સા-સામે આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, ચાર લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે બે લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં મોતનો આંક પાંચ પર પહોંચી ગયો છે.ભરૂચના હાંસોટમાં અલવા ગામ પાસે બે કાર હ્યુન્ડાઈ વેન્યુ – જીજે 16 ડીજી 8381 અને વર્ના – જીજે એફક્યું7311 વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી, આ અકસ્માતમાં ત્રણ મહિલા અને એક પુરૂષનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે, જ્યારે એક મહિલા અને એક બાળકની હાલત ગંભીર હતી, જેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું છે. જેને પગલે મોતનો આંક પાંચ પર પહોંચ્યો હતો.
બે કાર વચ્ચે જે અકસ્માત થયો છે. તેમાં વર્ના કારમાં સવાર ઈમ્તિયાઝભાઈ પટેલ, તેમના પત્ની સલમાબેન પટેલ, ઈમ્તિયાઝભાઈના પુત્રી મારિયા દિલાવર પટેલ અને બીજી દીકરી અફિફા સફવાન ઈલ્યાસ અફીણી અનેન ઈમ્તિયાઝભાઈના ભાભી જમિલા પટેલના મોત નિપજ્યા છે.અકસ્માતમાં જ્યારે ગાડીનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર તમામ વયસ્કો મોતને ભેટ્યા હતા ત્યારે માત્ર 2 વર્ષ નો બાળક યુસુફ દિલાવર પટેલ કાળને હાથ તાળી આપી ચમત્કારિક રીતે બચી ગયો હતો. અકસ્માતગ્રસ્ત વરના ગાડીમાંથી 2 વર્ષીય યુસુફને લોકોએ સાવચેતી પૂર્વક બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે હાંસોટ અને ત્યાંથી વધુ સારવાર સારવાર અર્થે ભરૂચ શિફ્ટ કર્યો હતો. આ અકસ્માતમાં બચી ગયેલ 2 વર્ષીય યુસુફ ની માતા, માસી અને નાના નાનીના મોત નીપજ્યા બાળક નોધરું બન્યું છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર
ઈમ્તિયાઝ અહેમદ પટેલ (ઉ.વ. 62), મુસ્લિમ સોસાયટી, ભરૂચ
અલ્મા ઈમ્તિયાઝ પટેલ (ઉ.વ. 55), (પત્ની)
મારીયા દિલાવર પટેલ (ઉ.વ. 28) , જંબુસર (દીકરી)
આફીકા સફવાન અફીની, (ઉ.વ. 28), રહે સાઉદી અરબ, હાલ ભરૂચ (દીકરી)
જમીલા ઇકરામ પટેલ (ઉ.વ.48), સોહેલ પાર્ક ( નાના ભાઈની પત્ની)
અકસ્માત ઇજાગ્રસ્ત થયેલ બાળક
યુસૂફ ફેઝલ પટેલ (ઉ.વ.2)