- એક જ પરિવારના પાંચ લોકો કાળનો કોળિયો બનતા કરૂણાંતિકા : નવ લોકો ઈજાગ્રસ્ત
બનાસકાંઠામાં અમીરગઢ ખુણીયા પાસે એક ભયંકર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં બસ અને બોલેરો ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે જ કુલ 5 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. મૃતકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અન્ય નવ લોકોને ઇજા પહોંચી છે.
રાજ્યમાં વધતા જતા અકસ્માતના બનાવો હવે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. ત્યારે વધુમાં ફરી બનાસકાંઠામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેના વિશે સાંભળીને તમારું પણ કાળજું કંપી જશે. અમીરગઢના ખુણીયા નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજસ્થાન પરિવહનની સરકારી બસ અને બોલેરો કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જેથી તેમના પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠાના અમીરગઢ ખુણીયા પાસે આ ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં રાજસ્થાન પરિવહનની સરકારી બસ તેમજ બોલેરો કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે જ કુલ 5 લોકોના મોત નિપજ્યા હતા. સાથે જ આ અકસ્માતમાં ઘણા બધા લોકો ઘાયલ પણ થયા હતા જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતને લઈને હાઈવે પર પણ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. સાથે જ મોટા પ્રમાણમાં લોકોની ભીડ પણ સ્થળ પર એકઠી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે પણ મુસાફરોને આ અકસ્માતમાં નાની મોટી ઈજા પહોંચી હતી તેઓને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતકોના મૃતદેહને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. જે પણ લોકો આ અકસ્માતમાં મોતને ભેટ્યા છે તેમાં 2 બાળકો 2 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકો અમીરગઢ તાલુકાના ધનપુરા વીરમપુર ગામના વતની હોવાનું સામે આવ્યું છે.
અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. કે. પરમારે દુ:ખદ સમાચાર આપતા જણાવ્યું હતું કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ લોકોમાં બે મહિલાઓ, બે બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. તમામ મૃતકો અમીરગઢ તાલુકાના ઘનપુરા વીરમપુર ગામના રહેવાસી છે. પ્રારંભિક માહિતી મુજબ, બોલેરો ગાડીમાં સવાર આ તમામ લોકો એક જ પરિવારના હોવાની શક્યતા છે.