દ્વારકાથી રાજકોટ જમાઇની મેંયતમાં આવતા પરિવારને નડયો જીવલેણ અકસ્માત: ચાલકે સ્ટીંયરીંગ પરતો કાબુ ગુમાવતા ફિલ્મના સ્ટંટ જેવા દ્રશ્ય સર્જાયા
દેવભૂમિ દ્વારા જીલ્લામાં રહેતા પરીવાર રાજકોટ જમાઇની મેયતમાં જતા હતા અને ભાટીયા નજીક બતડીયા ગામે પાસે સ્કોપિયો કાર પલ્ટી ખાઇ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું ઘટના સ્થળે અને ૩ ના સારવારમાં કમકમાટી ભર્યા મોત નિપજતાં પરિવારમાં માતમ છવાય ગયો છે. પાંચમી વ્યકતનું મોત ખાનગી હોસ્પિટલમાં થયું છે.
આ કાર પલ્ટી ખાય જતા જેમા ઘટના સ્થળે જ હનીફાબેન નુરખાન ખટક (ઉ.વ.૬૦) નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું છે. આ બનાવની પોલીસને જાણ થતાં પીએસઆઇ ભદોરીયા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો. મૃતદેહનો કબજે સંભાળીને પી.એમ. માટે મોકલી દીધો હતો.
જીજે ૩૭બી ૭૭૧૫ નંબરનો સ્કોર્પીયોના ચાલકે સ્ટીંયરીંગ પરનો કાબુ ગુમાવતા હિન્દી ફિલ્મના સ્ટંટ જેવા દ્રશ્ય સર્જાયા હતા. જીવલેણ અકસ્માતના બનાવની જાણ થતાં લીંબડી અને કલ્યાણપુરની ૧૦૮ ઘટના સ્થળે પહોંચી ઘવાયેલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.
ઘવાયેલા ફરાહનખાન ઇમરાનખાન ખટક (ઉ.વ.૮) જોરાવરખાન નુરખાન ખટક (ઉ.વ.૩૫), રાજકોટના અસ્લમ બશીરભાઇ શેખ (ઉ.વ.રપ), અને નુરખાન મહમદખાન ખટક (ઉ.વ.પપ) અને નીલોફર ઇમરાન (ઉ.વ.ર૪) સહીતના સાત વ્યકિતઓને ઇજા પહોચતા સારવાર માટે ખંભાળીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાંથી વધુ સારવાર માટે છ વ્યકિતઓને જામનગર રીફર કરવામાં આવ્યા હતા.
જયાં ફરાહખાન, જોરાવરખાન અને રાજકોટના અસ્લમ નામના ત્રણેેય વ્યકિતના મોત નિપજયા છે. જયારે નુશખાન અને નીલોફરને ગંભીર ઇજા હોવાથી વધ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે જયારે પાંચમી વ્યકિતનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે.