આગળ જતાં વાહનને ઓવરટેક કરવા જતા બસચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત: ૨૫ ઘવાયા
વલ્લભીપુરથી બે કિ.મી દુર ઘટના બનવાપામી હતી. ભાવનગરથી બરવાળા જઈ રહેલ માધવ ટ્રાવેલ્સની મીની બસ વલ્લભીપુર પાસેના પુલપરથી નીચે ખાબકતાં પાંચ મુસાફરોના કણ મોત નિપજયા હતા. જયારે અન્ય ૨૫ને ઈજા પહોંચતા તમામને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ગોઝારી દુર્ઘટનાના પગલે ભારેઆક્રંદ છવાઈ જવા પામ્યો હતો અને મોટી સંખ્યામાં સેવાભાવી લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
ઘટનાની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના નિર્મળ નગરથી બપોરે ૧:૩૦ કલાકના સુમારે માધવ ટ્રાવેલ્સની મીની બસ બરવાળા જઈ રહી હતી તે વેળાએ ૨:૩૦ કલાકના અરસા દરમિયાન વલ્લભી પુરથી બે કિ.મી.દુર પુલ પર મીનીબસ પહોંચતા બસના ચાલકે સ્ટેયરીંગ પરનો કંટ્રોલ ગુમાવતા ૩૦ થી વધુ મુસાફરો બેસેલ બસપુલ પરથી નીચે ખાબતા ગોઝારી દુર્ઘટના સર્જાવા પામી હતી.
અકસ્માતમાં ઘટના સ્થળ પર જપ્રવિણસિંહ નટુભા ગોહિલ (ઉ.વ.૫૦, રહે.પચ્છગામ), કરમશીભાઈ હરજીભાઈ ગોહિલ (રે.રોહિશાળા, ઉ.વ.૫૮), નાગજીભાઈ કાવાભાઈ ગોહિલ (ઉ.વ.૬૦, રહે.રોહિશાળા), દિલીપભાઈ રઘુભાઈ કંડોલીયા (ઉ.વ.૩૨, રહે.નવાગામ, ગાયકવાડ)ના ઘટના સ્થળ પર જ મોત નિપજવા પામ્યા હતા. જયારે અન્ય દોઢ વર્ષીય બાળાઈ શિતાબા અર્જુનસિંહ ગોહિલ (રે.પચ્છેગામ)ને ભાવનગર ખાનગી હોસ્પિટલમાં સારવારમાંખસેડાતા મૃત્યુ નિપજવા પામ્યું હતું.
ઘટનાની જાણ થતાં વલ્લભીપુર પોલીસ મથકના પી.એસ.આઈ ટી.એસ.રીઝવી સહિતનો પોલીસ સ્ટાફ તેમજ રાજકીય, સામાજીક આગેવાનો અને સેવાભાવી યુવાનો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. ઈજાગ્રસ્તોનેબસમાંથી બહાર કાઢી અન્ય વાહનોમાં પ્રથમ વલ્લીપુર ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરસર.ટી.હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જયારે મૃતકોનો કબજો પોલીસે સંભાળીપી.એમ. અર્થે વલ્લભીપુર સી.એચ.સી. ખાતે ખસેડવાની તજવીજ હાથધરી હતી.
ગોઝારી દુર્ઘટનાના પગલે ભારે અરેરાટીસાથે આક્રંદ છવાઈ જવા પામ્યો હતો. ઉકત બનાવના પગલે ઈજાગ્રસ્ત ધર્મિષ્ઠાબાઅર્જુનસિંહ ગોહિલ (રે.પચ્છેગામ)એ હોસ્પિટલ બિછાનેથી વલ્લભીપુર પોલીસ સમક્ષમીનીબસના ચાલક દિવ્યરાજસિંહ ધમેન્દ્રસિંહ ગોહિલ (રે.ચમારડી) વિરુઘ્ધ ફરિયાદનોંધાવતા પોલીસે ચાલક વિરુઘ્ધ ગુનો દાખલ કરી તજવીજ હાથધરી હતી. માધવ ટ્રાવેલ્સનીમીની બસ નવાગામ લોલિયાણાના પ્રવિણસિંહની માલિકીની હોવાનું અને ગોઝારી દુર્ઘટનાસર્જનાર ચાલક છ મહિનાથી મીની બસ ચલાવતો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યુંછે.