સલામ છે શહીદોને

ખીણમાં છુપાયેલા આતંકીઓને પાંચ મીટરનાં અંતરે જ માર્યા

હાલ જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાંથી લશ્કર એ તોયબા અને જૈસ એ મોહમ્મદનાં ખુંખાર આતંકીઓને સુરક્ષા જવાનોએ વિકટ પરિસ્થિતિમાં પણ ઠાર મારી દીધા હોવાનું સામે આવ્યું છે ત્યારે ચાલુ વર્ષમાં સૌથી મુશ્કેલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પેરાયુનિટનાં જવાનો આતંકીઓને મારી શહિદ થયા હતા. રવિવારનાં રોજ એન્કાઉન્ટર દરમિયાન સેનાની સૌથી મુશ્કેલ ટ્રેઈનીંગ લેનાર પેરાયુનિટનાં પાંચ જવાનો શહિદ થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ એ જ યુનિટ છે કે જેને ૨૦૧૬માં ઉરી હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ પણ કર્યું હતું. ભારતીય સેના દ્વારા આ સર્ચ ઓપરેશન ઘણા સમય પહેલાથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું જેમાં કાશ્મીરનાં કેરન સેકટરમાં આતંકવાદીઓએ ઘુસણખોરીનો સફળ પ્રયાસ કર્યો હતો ત્યારે ગુપ્ત માહિતીનાં આધારે આતંકીઓને ખતમ કરવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કેરન વિસ્તાર બરફિલો વિસ્તાર હોવાથી જવાનો માટે ઘુસણખોરી કરનાર આતંકીઓના ઠેકાણા સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ બન્યું હતું ત્યારે સેનાએ આતંકીઓનો ખાતમો કરવા માટે પેરાયુનિટોને સર્ચ કર્યા હતા.

પેરાટ્રુપર સૈનિકો હેલીકોપ્ટર મારફતે એલઓસી પાસે ઉતર્યા હતા અને આખી રાત ફાયરીંગ થયું હતું. બરફ ઉપર આતંકીઓનાં પગનાં નિશાના જોઈ તેઓ તેમના લોકેશન સુધી પહોંચવા માંગતા હતા પરંતુ બરફનો એક ભાગ તુટી જતા તેઓ નાળામાં પડી ગયા હતા કે જયાં આતંકીઓ છુપાયેલા હતા. આતંકવાદીઓ અને પેરાટ્રુપર સૈનિકો વચ્ચે પાંચ મીટરથી પણ નજીકના અંતરે એન્કાઉન્ટર હાથ ધરાયું હતું જેમાં સૈન્યની વિશેષ તાલીમ લેનારા સૈનિકો આતંકીઓને મારતાની સાથે જ શહિદ થયા હતા. મુઠભેડમાં ૩ કમાન્ડો અને ૫ આતંકીઓના મૃતદેહ પાંચ મિટરનાં દાયરામાં જ જોવા મળ્યા હતા તેનાથી એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે, તેમની વચ્ચે સામ-સામેની લડાઈ થઈ હતી. આ મુઠભેડમાં ઈજાગ્રસ્ત થયેલા બે જવાનોને એરલીફટ કરાયા હતા અને શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા પરંતુ ઈલાજ દરમિયાન જ તેઓ શહિદ થયા હોવાનું સામે આવ્યું છે. પેરા યુનિટનાં જવાનો ૨૦૧૬માં થયેલી સર્જિકલ સ્ટ્રાઈકમાં ભાગ લીધો હતો. આ ઓપરેશનમાં હિમાચલ પ્રદેશનાં સુબેદાર સંજીવકુમાર ઓપરેશનને લીડ કરી રહ્યા હોવાની પણ વિગતો સામે આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.