મેલેરિયાનો પણ એક નોંધાયો: શરદી-ઉધરસના 1203, સામાન્ય તાવના 566 અને ઝાડા-ઉલ્ટીના 517 કેસો: મચ્છરોની ઉત્પતિ સબબ 552 આસામીઓને નોટિસ, રૂ.46850નો દંડ વસૂલાયો

સતત વાદળર્છાંયા વાતાવરણને કારણે રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. ગત સપ્તાહે શહેરમાં અલગ-અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂ તાવના નવા પાંચ અને ટાઇફોઇડના 6 કેસ નોંધાયા છે. મચ્છરોની ઉત્પતિ સબબ 552 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિકા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરમાં મેલેરિયાનો એક નોંધાયો હતો. જ્યારે ડેન્ગ્યૂના નવા પાંચ કેસ મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 41 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત ટાઇફોઇડના પણ 6 કેસ મળી આવ્યા છે. શરદી-ઉધરસના 1203 કેસ, સામાન્ય તાવના 566 કેસ અને ઝાડા-ઉલ્ટીના 517 કેસ નોંધાયા છે. સતત વરસાદી વાતાવરણને કારણે રોગચાળો વકર્યો છે.

સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. જ્યારે ઘેર-ઘેર માંદગીના ખાટલા મંડાયા છે. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશનની 360 ટીમો દ્વારા 1,75,973 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. ફિલ્ડ વર્કરો દ્વારા 2726 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, વાડી, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, ધાર્મિક સ્થળ અને પેટ્રોપ પંપ ઉપરાંત સરકારી કચેરીઓ સહિત 721 બિનરહેણાંક હેતુની મિલકતોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી 168 સ્થળોએ મચ્છરના લારવા મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત રહેણાંક હેતુની 384 મિલકતોમાં મચ્છરોના પોરા મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત રૂ.46850નો દંડ વસૂલ કરાયો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.